Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

બનાસ ડેરી હવે બટેટા પહોંચાડશે: પાંચ કિલો ગ્રામની બેગના પેકિંગમાં મંડળીઓને મોકલશે

બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પરથી દૂધ ઉત્પાદકો અને સામાન્ય પ્રજા પણ બટાકા ખરીદી શકશે

બનાસ ડેરી હવે ઘર આંગણે બટાકા પહોંચાડશે. જેથી લોકોને બહાર લેવા જવું પડે નહિ , બનાસ ડેરી સાથે જોડાયેલી દૂધ મંડળી પર બટાકા વેચવાનો નિર્ણય કરાયો છે જેમનો ભાવ કિલોના 16 રૂપિયા રાખેલ છે, ઉત્તમ ક્વોલિટીના બટાટા વેચાણમાં મૂકવાનો બનાસ ડેરીએ નિર્ણય લીધો છે. તેથી હવે તમે ગામની દૂધ મંડળીમાંથી પણ બટાટા ખરીદી શકાશે.આ ઉપરાંત બનાસ ડેરી દ્વારા પાંચ કિલો ગ્રામની બેગના પેકિંગમાં દૂધ મંડળીઓને બટેટા મોકલવામાં આવશે. જ્યાંથી દૂધ ઉત્પાદકો અને સામાન્ય પ્રજા પણ બટાટા  ખરીદી શકશે.

(1:19 pm IST)