Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગોધરા સિવિલ હોસ્પિટલનો ડ્રેનેજનો ગંદા પાણી મેસરી નદીના પટમાં જઈ ખાબોચિયામાં ફેરવાયો

કોરોના સંક્રમણની દ્વિતીય લહેરના લગભગ અંત સાથે ત્રીજા તબકકાના આગમન માટે રાજય સરકાર સજ્જ હોવાના પ્રતિભાવના આ દાવાઓ વચ્ચે ગાંધીનગર આઈ.આઈ.ટી.દ્વારા ઝીણવટ પૂર્વક હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં અમદાવાદ સાબરમતી નદીના પ્રદુષિત પાણી માંથી કોરોના વાયરસ જળ દ્વારા મળ્યો હોવાના આ તારણોમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા અને લક્ષણોની ઝપેટમાં આવી ગયેલા દર્દીઓના મળ માંથી કોરોના વાયરસ નીકળતો હોવાનું ઈન્ટરનેશનલ સ્ટડીમાં પુરવાર થયું છે. આ પૂર્વે વડોદરા વિશ્વામિત્રી નદીના સુએઝ પ્લાન્ટ માંથી પણ કોરોના વાયરસ મળ્યો હોવાનું સંશોધન દરમિયાન બહાર આવ્યું હતું.!!
  આ ઉપરોક્ત હકીકતોનો ઉલ્લેખ અત્રે એટલા માટે કરવામાં આવ્યો છે કે પંચમહાલ જિલ્લામાં અતિ ઘાતક બનીને અત્યારે શાંત દેખાતી કોરોના સંક્રમણની આ દ્વિતીય લહેરમાં ગોધરા સિવિલ હોસ્પિટલના COVID-19 વોર્ડ કોરોના દર્દીઓની સારવારમાં હાઉસફૂલ થઈ ગઈ હતી અને ઓક્સિજન બેડની સુવિધાઓ માટે તો વેઈટિંગ જેવી પરિસ્થિતિઓ હતી.!

 ! આ ગોધરા સિવિલ હોસ્પિટલમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ બનાવી છે આ હકીકતો પણ સત્ય છે પરંતુ આજ ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવેલા શૌચાલયોના પાણી પાછળ અડીને આવેલ ગોધરાની મેસરી નદીના સૂકા પટમાં ખાબોચિયાઓમાં ફેરવાઈ ગયા છે અને વર્ષાઋતુના આ વહેણમાં ડ્રેનેજ ના આ ગંદા પાણી વહેતા થઈ જાય એવા સ્પષ્ટ દેખાઈ રહેલા આ દ્રશ્યોમાં મેસરી નદીના પટમાંથી કોરોના વાયરસ પણ મળી આવવાની આ સંભાવનાઓ વ્યક્ત કરી શકાય એમ છે.!!

(12:15 am IST)