Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વાધોડીયા ગામમાં ઘરના ભાગ બાબતે માથાકૂટ થતા લાકડીઓ વડે એકને માર મારતા 2 વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના વાઘોડિયા ગામમાં ઘરના ભાગ બાબતે એક શખ્સ ને માર મારનાર બે વિરુદ્ધ ફરીયાદ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
  પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયા ગામ માં તા.17 જૂનની સાંજે 5 વાગે બનેલી ઘટનામાં અમીતભાઇ મહેશભાઇ વસાવા (૨હે વધોડિયા ડમી ફળિયુ તા.નાંદોદ) એ આપેલી ફરીયાદ મુજબ તેઓ પોતાન ઘરમાં હતા ત્યારે સંજય ભાઈ અરવિદભાઇ વસાવા તેમના ધરે આવી કહેવા લાગે કે ધરમા મારો પણ ભાગ છે તેમ કેહતા અમિતે કહ્યું કે તમારો કોઇ ભાગ લાગતો નથી એમ કેહતા સંજયભાઇ લાકડીનો સપાટો મારી દીધેલ ત્યારબાદ સંજયનું ઉપરાણુ લઈ મહેશભાઇએ લાકડીનો સપાટો મારી દઈ ફરીને બંને એ કહ્યું કે આજે તુ તો બચી ગયો હવે પછી મળીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપતા પોલીસે બે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:31 pm IST)