Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

દહેગામ શહેરનો વૈકલ્પિક રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને હાલાકી

દહેગામ: શહેરમાંથી નવનિર્મિત પસાર થતી રેલ્વેલાઈન પર બની રહેલા અંડરપાસનું નિર્માણ કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહયું છે આની પહેલા અહીંયા ફાટક હતો અને ગાંધીનગર જતા લોકોને રેલ્વે ક્રોસીંગના લીધે વારંવાર રોકાવું પડતું હતું. આ સમસ્યાના નિવારણ માટે અંડરપાસનું નિર્માણ કરવામાં આવી રહયું છે. દહેગામમાં હાલ આ રોડ બંધ હોવાથી સોલંકીપુરા જવાનો જુનો રસ્તો વૈકલ્પિક રસ્તો તરીકે આપવામાં આવ્યો છે પણ આ રોડની બન્ને સાઈડમાં મસમોટા ખાડા પડી ગયેલા હોવાથી પુષ્કળ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.

દહેગામ શહેરમાંથી પસાર થઈ રહેલી રેલ્વે લાઈનની નીચેથી બની રહેલા અંડરપાસ મુદ્દે દહેગામના તથા આજુબાજુ વિસ્તારના લોકોએ અનેકો વખત રજૂઆત કરી હતી જેમાં અંડરપાસની ઉંચાઈને લઈ રજુઆત કરવામાં આવી હતી. સાથેસાથે સ્થાનિક લોકો દ્વારા આ અંડરપાસ પાણી પણ ભરાઈ જશે તેવી વાતો એ પણ જોર પકડયું હતું. સાથેસાથે દહેગામથી ગાંધીનગર જતા લોકો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તાની પણ સગવડ કરી આપવામાં આવી છે પણ આ રસ્તો પણ બિમાર હાલતમાં છે. 

(5:29 pm IST)