Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ખેડા એલસીબીએ રતનપુરાના જમાલ ફાર્મમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડ્યા: 20 જુગારીઓની રંગે હાથે ધરપકડ

નડિયાદ:ખેડા-એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે માતર પોલીસ સ્ટેશનની હદમાં રતનપુરા સીમમાં આવેલ જમાલ ફાર્મ હાઉસમાં કેટલાક લોકો પોતાના અંગત ફાયદા માટે પત્તા-પાનાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી.જે અનુસંધાને પોલીસ ટીમેબાતમી આધારિત સ્થળે રેડ કરી જુગાર રમી રહેલા ૨૦ જુગારીઓને ઝડપી પાડયા હતા.

ખેડા એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે આનંદપુરા તાબે આવેલ રતનપુરા સીમમાં આવેલ ઇબ્રાહીમભાઇ જમાલભાઇ શેખ રહે,અમદાવાદ ખમાસા  જેઓ જમાલફાર્મ હાઉસમાં અમદાવાદથી લોકો બોલાવી પત્તા-પાનાનો પૈસાનો હાર-જીતનો જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી.જે અનુસંધાને પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ પાડી જુગાર રમતા  ૨૦ ઇસમોને ઝડપી પાડયો હતો.ઝડપાયેલા ઇસમોની અંગઝડતી કરતા રોકડ રૂા.૬૪,૩૭૦ તથા દાવ પર  રોકડ રૂા.૩૫,૨૫૦ ,મોબાઇલ ફોન નં-૧૪ કિ.રૂા.૬૮,૫૦૦,વાહનો નં-૫ કિ,રૂા.૪,૩૦,૦૦૦,તેમજ પત્તા રમવા માટેના પત્તા,ગાદલા નં-૨ કિ.૨૦૦  નો મુદામાલ ઝડપી પાડયો હતો.

(5:26 pm IST)