Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

નડિયાદમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય: પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

નડિયાદ:શહેરમાં ઠેરઠેર ગટરના ઢાંકણા તુટી ગયેલા જોવા મળી રહ્યા છે.ત્યારે  ચોમાસાએ જિલ્લામાં ધીમે ધારે દસ્તક દીધી છે ત્યારે આવા ગટરના ઢાંકણ કોઇ મોટી હોનારત સર્જાશે કે શુ.પ્રિમોન્સુન કામગીરી નગરમાં ક્યાય જોવા મળી રહી નથી. 

નડિયાદ શહેરમાં ઠેર ઠેર ગટરના ઢાંકણ તુટી ગયેલી હાલતમાં  જોવા મળી રહ્યા છે.એક બાજુ ચોમાસાએ જિલ્લામાં આગમન થઇ ચુક્યુ  છે.તો બીજી બાજુ નગરમાં ક્યા પણ પ્રિ-મોન્સુન પ્લાન જોવા મળી રહ્યો નથી.તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા નગરના કાંસ સાફ કરવા અંગે પરીપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.જો કે શહેરમાં ક્યાય પણ તંત્રએ વરસાદની આગોતરી તૈયારી કરી નથી.

(5:23 pm IST)