Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

પીપોદરાની સીમમાં બાંધકામ સાઈટ પર એલસીબીની ટીમના દરોડા: પાંચ શખ્સોને ટ્રકની ચોરી કરતા ઝડપ્યા

માંગરોળ :તાલુકાના પીપોદરા ગામની સીમમાં નવી સીયાલજ કોલોની પાછળ બાંધકામ સાઈટ ઉપર એલસીબીની ટીમે રેડ કરી એક તરૂણ સહીત પાંચ શખ્સોને સ્ટીલ, સિમેન્ટનો જથ્થો તેમજ ટ્રક, ટેમ્પો, ઈન્ડીકા ગાડી અને બાઈક સાથે ઝડપી લીધા હતાં. પાંચેય શખ્સોએ કોસંબા તેમજ કડોદરા ખાતેથી લોખંડના સળિયા અને સીમેન્ટ ભરેલી ટ્રકનો લૂંટ સહીત કુલ ૨૯ ગુનાની કબુલાત કરી છે. રાજ્યના અમદાવાદ અને સુરત શહેર સહિતના પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે.

માંગરોલ તાલુકાના ધામડોદ ગામની સીમમાં ટ્રક ડ્રાઈવરને બંધક બનાવી અપહરણ કરી લોખંડના સળિયાની લૂંટનો બનવ બન્યો હતો. તેમજ કડોદરા ખાતેથી ૨૮૨ ગુણ સિમેન્ટ ભરેલી ટ્રકની ચોરી થઈ હતી અને ટ્રક હલધરૂ ગામની સીમમાંથી બિનવારસી મળી હતી. એક સાથે બે ગુના બનતા એલસીબી પીઆઈ કરણસિંહ ચુડાસમાએ મોબાઈલ ટેકનોલોજી તેમજ હાઈવે પરના સીસીટીવી કેમેરાના ફૂટેજો મેળવી તપાસ શરૂ કરી હતી. 

(5:22 pm IST)