Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અમદાવાદના શાહીબાગમાં રહેવાસીનું સિમ કાર્ડ બદલી 82 લાખની છેતરપિંડી આચરનાર આરોપી પોલીસના સકંજામાં

અમદાવાદ:શાહીબાગના રહેવાસીનું સીમ કાર્ડ બદલીને ખોટા દસ્તાવેજથી નવું સીમ કાર્ડ મેળવીને તેમના ખાતામાંથી ૮૨ લાખની ઉચાપત કરવાના કેસમાં સીમ બ્લોક કરનારા શખ્સની પોલીસે ઝારખંડથી ધરપકડ કરી છે. તે નાઈજીરીયન હેકરના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે અગાઉ આઠ આરોપીની ધરપકડ કરી હતી.

આ બનાવની વિગત વિગત મુજબ શાહીબાગ અસારવામાં રહેતા રમેશ જી.શાહના મોબાઈલનું સીમ કાર્ડ બંધ કરાવીને ખોટા દસ્તાવેજથી નવુ સીમ કાર્ડ મેળવીને તેમના ખાતામાંથી ૮૨ લાખ ઉપાડીને છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર ક્રાઈમ સેલે તપાસ હાથ ધરીને સીમ બ્લોકર સંજયપ્રકાશ ઉપાધ્યાયની ઝારખંડથી ધરપકડ કરી હતી. પુછપરછમાં આરોપીએ બેન્કમાંથી લીધેલી ૪૦ લાખની લોન ભરપાઈ ન કરતા ૨૦૧૭માં ચેક બાઉન્સના કેસમાં જમશેદપુર જેલમાં ધકેલી દેવાયો હતો. જ્યાં તેની ઓળખ આ કેસના મુખ્ય આરોપી વિકાસ શાવ અને માતાદીન સિકરવાર સાથે થઈ હતી. જેલમાંથી છુટયા બાદ તેમણે લોકોના બેન્ક એકાઉન્ટમાંથી ઈન્ટરનેટ બેંકીગ મારફતે પૈસા કમાવવાનું નક્કી કર્યું હતું.વિકાસે સીમ રિપ્લેસ કેવી રીતે કરવું તે જુદા જુદા મોબાઈલ સ્ટોરમાં લઈ જઈને શીખવ્યું હતું. બાદમાં સંજયપ્રકાશ અમદાવાદ, વડોદરા અને સુરતમાં સીમકાર્ડ લેવા માટે આવ્યો હતો.

(5:21 pm IST)