Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ઉલ્ટી ગંગા : પત્નિએ ત્રાસ આપતા પતિ સહિત પરિવારજનોની સામુહિક આપઘાત કરવા માટે રાષ્ટ્રપતિને અરજી

અમદાવાદ, તા. ૧૯ :   પતિનો પત્નીને ત્રાસ આપવાના દ્યણા બનાવો સામે આવ્યા છે, પરંતુ પત્નીનો પતિને ત્રાસ આપવાના બનાવો બહુ ઓછા જોવા મળે છે. ત્યારે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્ની ૬ વર્ષથી પતિને અને તેના પરિવારજનોને ત્રાસ આપી રહી હતી. જેના પગલે કંટાળીને પતિએ અને તેના પરિવારે સામુહિક રીતે આપદ્યાત કરવાની અરજી રાષ્ટ્રપતિને કરી છે.

અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામે કનુભાઈ તેમના માતા -પિતા અને મોટાભાઇ સાથે રહે છે.કનુભાઇના વર્ષ ૨૦૦૫ ની ગુણવંતી સાથે લગ્ન થયા હતા.લગ્ન બાદ લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું હતું પરંતુ વર્ષ ૨૦૧૨ કાનુભાઈની પત્ની ગુણવંતી અચાનક જ પિયરમાં તેના ભાભીની પ્રસુતિ છે તેમ કહીને ચાલી ગઈ હતી.થોડા સમય બાદ કનુભાઈએ પત્નીને પરત લાવવા ફોન કર્યો હતો ત્યારે થોડા સમયમાં આવીશ તેવું કહીને વાત ટાળી હતી.પરંતુ ત્યારબાદ કનુભાઈના પિતાની તબિયત લથડતા ફરી એક વાર ગુણવંતીને ફોન કરીને પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પરત ફરી ન હતી.

અનેક વખત ગુણવંતીને કનુભાઈ દ્વારા પરત લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ પરત આવ્યા ન હતા.આ દરમિયાન અચાનક ગુણવંતીએ કહ્યું કે તેમને તેમના સાસરીમાં જવું છે પરંતુ સાસરીપક્ષ દ્વારા તેમને સ્વીકારવામાં આવતા નથી.આમ પતિ અને અન્ય પરિવારજનો વિરુદ્ઘ કલમ ૪૯૮ મુજબ ફરિયાદ કરી હતી અને ભરપોષણની માંગણી કરી હતી.આ દરમિયાન કનુભાઈના માતા-પિતા ૩ મહિનાના સમયગાળામાં ગુજરી ગયા હતા.જેમાંથી તેમની માતાને કનુભાઈ પર થયેલા ફરિયાદનો આદ્યાત લાગતા ગુજરી ગયા હતા તેવું કનુભાઈએ જણાવ્યું હતું.

વર્ષ ૨૦૧૪જ્રાક્નત્ન કનુભાઈના મોટાભાઇના લગ્ન થયા હતા અને ત્યારબાદ કવિતાબેન દ્યરમાં આવ્યા હતા.પરંતુ કવિતાબેનને પણ દ્યરમાં અવતાની સાથે જ આ બધું મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સાસુના ગુજરી ગયાના ૩ દિવસમાં જ કવિતાબેને પોતાના દાગીના વહેંચી ભરપોષણ માટે કરેલી ફરિયાદના ૯૦,૦૦૦ ચૂકવી પોતાના દિયર કનુભાઈની મદદ કરી હતી.કનુભાઈ અને તેમના મોટાભાઈ વધુ ભણ્યા ના હોવાથી તેમને વધુ જાણકારી નહોતી.

આમ કુલ ૬ વર્ષ દરમિયાન ભરપોષણ પેટે કનુભાઈની પત્ની ગુણવંતીને કુલ ૨.૫ લાખ ચૂકવ્યા હતા.માતા-પિતાને ગુજરી ગયા બાદ પણ ગુણવંતીને પરત લાવવાના કનુભાઈએ અને તેમના પરિવારે અનેક પ્રયત્ન કર્યા હતા પરંતુ તેઓ આવ્યા નહોતા અને ખોટી ફરિયાદ કરી ભરપોષણ માત્ર માંગણી કરતા હતા.ત્યારે પત્નીના ત્રાસથી કંટાળીને પતિ કનુભાઈ તેમના મોટાભાઈ અને ભાભીએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરતી અરજી કરી હતી.

(4:16 pm IST)
  • સેનસેકસ ૩૧૦ પોઇન્ટ વધીને ૩૯૩૫૬ અને નીફટી ૯૨ પોઇન્ટ વધીને ૧૧૭૮૪ ઉપર છે. ડોલર સામે રૂપિયો ૬૯.૬૧ ઉપર છે access_time 11:26 am IST

  • ગુજરાત રાજયસભાની ચૂંટણી : સુપ્રિમે ચુંટણી પંચને નોટીસ પાઠવી : રાજકોટઃ ગુજરાતમાં રાજયસભાની બે બેઠકો માટે અલગ અલગ બેલેટ પેપરથી એક જ દિવસમાં બે વખત મતદાન કરાવવાની ચૂંટણીપંચની જાહેરાતને કોંગ્રેસ પક્ષે સુપ્રિમમાં પડકારી છે. કોંગ્રેસની અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરી ચૂંટણી પંચને સુપ્રિમે નોટીસ પાઠવી છે. વિશેષ સુનાવણી આવતા અઠવાડીયે મંગળવારે હાથ ધરાશે access_time 1:06 pm IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નવો વળાંક : ભાજપમાં જોડાયેલા તમામ બાગીઓ ગેરહાજર : કોંગ્રેસના વ્હીપથી બચવા માટે સામાન્ય સભામાં ડોકાયા જ નહિં : કોંગીના ૧૮ જેટલા સભ્યોની હાજરીમાં સભા શરૂ access_time 1:07 pm IST