Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

શુક્રવારે ગુજરાતમાં ૧.પ૧ કરોડ લોકો યોગ કરશે : મોદીના સંદેશનું પ્રસારણ

પ૦ હજારથી વધુ સ્થાનો પર આયોજન 'યોગ ફોર હાર્ટ કેર' થીમ

ગાંધીનગર, તા. ૧૯ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આગામી તા. ર૧ જૂન-ર૦૧૯એ પાંચમાંઙ્ગ વિશ્વ યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં જનઉત્સાહ અને ઉમંગ સાથે પ૦ હજારથી વધુ સ્થાનોએ સામૂહિક યોગ ક્રિયાથી કરાશે

ગુજરાતના પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સક્રીય પ્રયાસોથી ર૦૧૪માં યુ.એન.માં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી અને ર૦૧૫ થી દર વર્ષે તા. ર૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે

આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણીની પાંચમી કડીમાં ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ ૮ મહાનગરો તેમજ જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ મળીને ૧ કરોડ પ૧ લાખથી વધુ નાગરિકોને સામૂહિક યોગાભ્યાસમાં સાંકળી લેવાનું આયોજન રાજય સરકારે કર્યુ છે તેની ભૂમિકા શિક્ષણ મંત્રીશ્રીઙ્ગ ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ। રાજયમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી

તેમણે કહ્યું કે આ વર્ષે શાળા-મહાશાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજીસ-યુનિવર્સિટી તેમજ પોલીટેકનીક, ઇજનેરી-ફાર્મસી કોલેજના યુવા છાત્રો, આઇ.ટી.આઇ. જેવી શૈક્ષણિક સંસ્થાઓ સહિત જી.આઇ.ડી.સી.ના ઊદ્યોગો પણ સ્વૈચ્છિક સંગઠનો અને સ્વયંભૂ નાગરિક સમુદાય સાથે યોગ સાધનામાં જોડાવાના છે

દિવસની જનભાગીદારીથી ઉજવણી કરવામાં આવશે

શ્રી ચુડાસમા અને શ્રી પટેલે કહ્યું કે, આવા ૧પ૦ થી વધુ સ્થળોએ સામૂહિક યોગક્રિયા હાથ ધરાશે

તદ્દઅનુસાર મોઢેરા સૂર્યમંદિર, આદ્યશિકત ધામ અંબાજીનો ચાચર ચોક, દ્વાદશ જયોર્તિલીંગના પ્રથમ જયોતિલીંગ સોમનાથ, ભગવાન કૃષ્ણની નગરી દ્વારિકા, ઉપરાંત ડાકોર, શામળાજી, પાવાગઢ, સીદી સૈયદની જાળી, રાણકીવાવ, સરખેજ રોજા, લોથલ, પોરબંદર કિર્તીમંદિર, ઉદવાડા પારસી અગિયારી, અમૂલ ડેરી, મહાત્મા મંદિર સમીપે દાંડીકૂટિર, અક્ષરધામ, તૂલસી શ્યામ, કવિ કલાપીની જન્મભૂમિ, બૌધ ગુફાઓ તેમજ સાપૂતારા જેવા પ્રવાસન ધામોમાં પણ યોગ્ય અભ્યાસ તા. ર૧ મી જૂને સવારે જનસહયોગથી પ્રેરિત કરવાના છીયે

મંત્રીશ્રીઓએ ઉમેર્યુ કે, વિશ્વ યોગ દિવસનો રાજયકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમમાં રાજયપાલ શ્રી ઓ. પી. કોહલી તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં સવારે ૬ થી ૮ દરમ્યાન યોજાશે. અમદાવાદ મહાનગરના વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, નાગરિકો-યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ અભ્યાસમાં જોડાવાના છે

વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણાદાયી સંબોધન-સંદેશનું પ્રસારણ સવારે ૬:૩૦ વાગ્યાથી રાજયભરમાં જિલ્લા-તાલુકા-નગર કક્ષાએ જે સામૂહિક યોગ અભ્યાસ થવાના છે ત્યાં વિડીયો લીંક મારફત પ્રસારિત કરવાની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મંત્રીશ્રીઓએ સનાતન હિન્દુ ધર્મમાં પણ યોગ-પ્રાણાયમ સાધનાનું વિશેષ મહત્વ છે તેને વ્યાપક ઊજાગર કરવા પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી આ પાંચમાં વિશ્વ યોગ દિવસમાં વિવિધ ધર્મસંપ્રદાયના ૧૦૦૦ જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓને પણ સામૂહિક યોગ અભ્યાસમાં સહભાગી કરવાના વિશિષ્ટ આયોજનની પણ વિસ્તૃત છણાવટ કરી હતી.

(4:16 pm IST)