Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

'વાયુ' ઇફેકટથી છેલ્લે છેલ્લે પાટણ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ

પાટણ તા ૧૯  : પાટણ પંથકમાં વાયુ ઇફેકટથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની રમઝટ એન્ટ્રી થઇ હતી. કયાંક ધોધમાર વરસાદ ખાબકીયો હતો. તો કયાંક ધીમી ધારે વરસાદ નોંધાયો હતો. પાટણ શહેરમાં બપોર બાદ વરસાદની એન્ટ્રી થતાં સાંજે ૬ વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડયો હતો, જયારે સિધ્ધપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો હતો. સરસ્વતી તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ થવા પામ્યો છે. જયારે ચાણસ્મા, હારીજ,સમી, રાધનપુર અને  સાંભલપુર પંથકમાં સામાન્ય વરસાદ થવા પામ્યો છે.

ભારે વરસાદ થતા કેટલાક નિચાણવાળા ભાગોમાંં ઘુટણ સમા પાણી ભરાઇ જવા પામ્યા હતા. પાલિકાના પ્રિમોનસુન પ્લાન પાણીમાં વહી ગયો, પાટણના કર્મભૂમી, યશબંગલોઝ, શીરા બંગલોઝ થી લીલીવાડી ચણસ્મા હાઇવેને જોડતો રોડ ભારે પાણીના કારણે બંધ થઇ જવા પામેલ. રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે પરેશાનીમાં મુકાઇ જવા પામેલા. વરસાદી પાણીના નિકાલની કોઇ જોગવાઇ ન હોઇ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ જવા પામ્યા છે.

રેલ્વેના બંને ગરનાળામાં પાણી ભરાઇ જવાથી અવરજવર માટેનો રસ્તો બંધ થઇ જવા પામેલ છે.

(4:03 pm IST)