Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સુરતના કોસંબા નેશનલ હાઇવે પરની હોટેલમાં ચાર કામદારોને લાગ્યો ઇલેકટ્રીક કરંટઃબે વ્યકિતનાં મોત

સાંઈ સીતારામ હોટલની અગાસીની લોખંડની સીડી પકડાતા કરંટ આવ્યો : સંચાલક ફરાર

સુરત, તા. ૧૯: સુરતના કોસંબા નજીક ધામદોડ ગામે નેશનલ હાઇવે ૪૮ પર આવેલી સાઈ સીતારામ હોટલના ચાર કામદારોને કરંટ લાગતા બેનાં મોત નિપજયા હતા. જયારે બેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. દ્યટના બાદ હોટલ સંચાલકો ફરાર થઇ ગયા હતા. મૃતક પરિવારજનોએ હોટલ સંચાલકો પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને હોટલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાં માંગ કરી હતી.

સુરતના કોસંબા નેશનલ હાઇવે ૪૮ પર આવેલી સાઈ સીતારામ હોટલના,હોટલના ટેરેસ પર જવા મુકેલી લોખંડની સીડી બે વ્યકિતના મોતનું કારણ બની હતી. હોટલમાં કામ કરતા કામદારો પોતાનું કામ પતાવી હોટલના ટેરેસ પર આવેલી રૂમ પર આરામ કરવા ગયા હતા. સાંજના ૪,૩૦ વાગ્યાની આસપાસ હિતેશ વસાવા નામનો ૨૦ વર્ષીય યુવાન લોખંડની સીડી પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે લોખંડની સીડી પકડતા જ કરંટ લાગ્યો હતો. અન્ય કામદારો પણ કરંટ અજાણ હિતેશને બચાવવાનો પ્રયાસ કરતા તેમને પણ કરંટ લાગ્યો હતો

દ્યટનામાં ૨૦ વર્ષીય હિતેશ અને ૧૬ વર્ષીય પ્રકાશ વસાવાનું મોત નીપજયું હતું. જયારે અન્ય બેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો દ્યટના બાદ હોટલ સંચાલક ફરાર થઇ ગયા હતા.

(3:33 pm IST)