Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી : રક્તદાન કેમ્પનું આયોજન

કોંગ્રેસ કાર્યકરોએ રક્તદાન કરીને રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવી

ભરૂચ :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી થઇ રહી છે  રાહુલ ગાંધીના જન્મ દિવસને લઈને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ૫૦મી વર્ષગાંઠ નિમિતે ભરૂચ કોંગ્રેસ દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્ક પર રક્તદાનનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ રક્તદાન કરી પોતાની ફરજ નિભાવી રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કોગેસના પ્રમુખ પરિમલ સિંહ રણા, નાઝુભાઈ ફડવાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા.

(1:48 pm IST)