Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

પંચમહાલમાં MGVCLની વીજીલીયન્સ ટીમની તપાસ 50 ગેરકાયદે કનેક્શનો ઝડપ્યા : વીજચોરોમાં ફફડાટ

પંચમહાલમાં MGVCLની વીજીલીયન્સ ટીમે તપાસનો સપાટો બોલાવતા વીજચોરો ફફડી ઉઠયા છે. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વીજચોરીને લઇને કંપની દ્વાર તપાસ હાથ ધરવામા આવી.  

      વડોદરા વિજીલીયન્સ ટીમ અને શહેરા જીઈબીનાં કર્મચારીઓએ સંયુકત તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન તંત્રએ ૫૦ જેટલા ગેરકાયદેસર કનેકશનો પકડી પાડીને તેમના પર કાનૂની સકંજો કસ્યો હતો. વીજીલિયન્સની રેડ થી વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યોછે 

(1:35 pm IST)