Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જાણીતા ભવિષ્યવેતા અંબાલાલભાઈની આગાહી

૨૬ જૂન સુધીમાં મોટાભાગના ગુજરાતમાં ચોમાસુ સક્રિય બનશે : ૨૪-૨૫ જૂને મુંબઈમાં ધોધમાર પડશે

૨૩ જૂનથી મુંબઈમાં વરસાદ ઘેરાશે : ૨૪ જૂન સુધીમાં દ. ગુજરાતમાં પણ ચોમાસુ સક્રિય બનશે : ૨૫ થી ૨૭ જૂન ગુજરાતમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ

 દક્ષિણ પશ્ચિમમાં મોનસુનની ગતિવિધિ થોડા દિવસોમાં શરૂ થશે

 વાયુ વાવાઝોડાના અસરને કારણે ચોમાસાની ગતિવિધિમાં અવરોધ નહિં થાય

 હવામાં ભેજ હોવાથી અને પવનની સાનુ કૂળતાના કારણે ચોમાસુ આગળ વધશે

 ૨૬ જૂન સુધીમાં રાજયના ઘણાખરા ભાગોમાં ચોમાસુ આવી પહોંચશે.

 હાલ પડેલા વરસાદથી પાકમાં જીવાત આવવાની શકયતા છે.

 ૭ જુલાઈ સુધીમાં રાજયમાં ચોમાસુ સક્રિય થઈ જશે.

 ૨૩ જૂનથી મુંબઈમાં વાદળો ઘેરાશે.

 ૨૪-૨૫ જૂને મુંબઈમાં ભારે વરસાદ પડશે.

 ૨૪ જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં મેઘસવારી

 સુરત અને દાહોદ સુધી મેઘાવી માહોલ રહેશે

 ૨૫ થી ૨૭ જૂન સુધીમાં રાજયમાં સાર્વત્રિક વરસાદ

 ૨૫ જૂનથી રાજયમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

(1:13 pm IST)