Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ગુજરાત રાજ્યસભાની પેટાચૂંટણી મામલે સુપ્રીમકોર્ટે ચૂંટણીપંચને નોટિસ ફટકારી : 25 જૂને વધુ સુનાવણી

અલગ અલગ મતદાન યોજવાના નિર્ણય સામે રિટની તાત્કાલિક સુનાવણીની માંગ સુપ્રીમકોર્ટે સ્વીકારી

નવી દિલ્હી : ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠક માટે 5મી જુલાઇના રોજ યોજાનારી પેટાચૂંટણીનું મતદાન અલગ-અલગ યોજવાના નિર્ણય સામે ગુજરાત કોંગ્રેસે કરેલી સુપ્રીમ કોર્ટમાં અરજી બાદ સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને નોટીસ ફટકારી હતી. હવે આ મામલે 25 જૂનના રોજ વધુ સુનાવણી કરશે.

   ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠક માટે પાંચમી જુલાઇના રોજ યોજાનારી પેટાચૂંટણીનું મતદાન અલગ-અલગ યોજવાનાના નિર્ણય સામે થયેલી રિટની તાત્કાલિક સુનાવણી યોજવાની માગણી સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે. સાથે જ સુપ્રીમે ચૂંટણી પંચને નોટીસ ફટકારી છે. સુપ્રીમે અલગ-અલગ મતદાન યોજવા અંગેના નિર્ણય સામે થયેલી ફરિયાદની તાતકાલીક સુનાવણી યોજવાની માંગણીનો સ્વીકારી કરીને 25 જૂનના રોજ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો

  અમેરલીના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરેલી રિટની સુનાવણી જસ્ટિસ દીપક ગુપ્તા અને અને જસ્ટિસ સૂર્યાકાંત સમક્ષ આજે એટલે કે ૧૯મી જૂનના રોજ હાથ ધરાઈ હતી.

  પરેશ ધાનાણીની રજૂઆત છે કે ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બન્ને બેઠકોની પેટાચૂંટણી માટે અલગ મતદાન યોજવાનો ચૂંટણી પંચને નિર્ણય ગેરબંધારણીય, ગેરકાયદે, મનસ્વી અને ભૂલભરેલો છે. તેમનો આક્ષેપ છે કે કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ સરકાર રાજકીય હેતુઓ પાર પાડવા માટે ચૂંટણી પંચનો દુરૃપયોગ કરી રહી છે.

(12:06 pm IST)