Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ગુજરાતમાં ચોમાસાની મોસમનો પ્રારંભ કે 'વાયુ'ની અસર....

ઉત્તર ગુજરાતમાં પ ઇંચઃ ર૦૯ તાલુકામાં ઝરમરથી હળવો વરસાદ

અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડતા હજુ મેઘાવી માહોલ

વાપી તા.૧૯ : છેલ્લા અઠવાડીયાથી અરબ, સાગરમાં સર્જાયેલા દબાણ બાદ વાયુના વાવાઝોડાએ રાજયભરમાં દહેશત સર્જી હતી. પરંતુ સદ્દભાગ્યે આ આફત ટળી.

પરંતુ છેલ્લા ત્રણેક દિવસથી રાજયના કોલાપ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. ત્યારે ગડમથલએ ઉભી થઇ  છે કે રાજયમાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થયો છે કે 'વાયુ'ના  લો પ્રેશર સિસ્ટમને પગલે આ વરસાદ પડી રહ્યો છે.

હવામાન સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૩૩ જીલ્લાના ર૦૯ તાલુકાઓમાં ઝરમરથી પ ઇંચ, સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહેર મેઘરાજાએ ઉ.ગુજરાત પંથકમાં વરસાવી છ.ે છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ મુખ્યત્વે વરસાદમાં ઉ.ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં ચાણસમાં ૩૦ મી.મી. હારીજ ૧૭ મી.મી. પાટણ રપ મી.મી. સરસ્વતી ૩૦ મી.મી. અને સિદ્ધપુર ૭૭ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં અમીરગઢ ૩પ મી.મી. દાતા પર મી.મી. ધાનેરા અને કાકરેજ ૧પ મી.મી. પાલનપુર ૪૦ મી.મી. અને વડગામ ૬૦ મી.મી. તો મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં બેચરાજી ૧૮ મી.મી. મોહવા ર૩ મી.મી. કડી ૪૦ મી.મી. ખેરાલુ ૩૦ મી.મી. મહેસાણા ૩૭ મી.મી. વડનગર ૧૮ મી.મી. વિસનગર ૧૪ મી.મી. અને વિજાપુર ૧૧૩ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં હિંમતનગર ૮૧ મી.મી. ઇડર ૭૧ મી.મી. ખેડબ્રહ્મા ૪૯ મી.મી. પ્રાતિજ ૬૪ મી.મી. તલાદ ૩૬ મી.મી. વડાલી પપ મી.મી. અને વિજયનગર ૯પ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત અરાવલ્લી જીલ્લાના તાલુકાઓમાં બાયડ ર૩ મી.મી. ભીલોડા ૪૦ મી.મી. ધનસુરા ર૭ મી.મી. મેઘરજ ૪૭ મી.મી.અને મોડાસા ૪૧ મી.મી. તો ગાંધીનગર જીલ્લાના તાલુકાઓમાં દેગામ ૩૮ મી.મી. ગાંધીનગર ર૭ મી.મી. કલોલ પ૪ મી.મી. અને ચાણસા ૪૯ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત, વિસ્તારમાંં અહી અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાંઅમદાવાદ સીટી પ૧ મી.મી. બાવડા પ૦ મી.મી. દરકોઇ ર૭ મી.મી. તથા ધોળકા અને દેત્રોજ રપ-રપ મી.મી. વરસાદ નોંધાયેલ છ.ે

જયારે ખેડા જીલ્લાના તાલુકાઓમાં કપડવંજ પ૩ મી.મી. અનેમહેમદાબાદ ર૧ મી.મી. તો આણંદ જીલ્લાના તાલુકાઓમાં બોરસદ ૪પ મી.મી. અને આશરે ૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

દ. ગુજરાત જીલ્લામાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં ભરૂત ર૦ મી.મી. તો સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૧પ મી.મી. ચૌર્યાસી ૩ર મી.મી. માડવી અને માંગરોળ ર૩-ર૩ મી.મી. પલસાણા ર૭ મી.મી. અને સુરત સીટી ૩ર મી.મી. વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમ)ં ગણદેવી ૧૩ મી.મી. જલાલપોર અને નવસારી ર૭-ર૭ મી.મી. તથા વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૧૧ મી.મી. પારડી ૧૦ મી.મી. ઉમરગામ ર૦ મી.મી. તથા વલસાડ અને વાપી ર૪-ર૪ ઉમરગામ ર૦ મી.મી. તથા વલસાડ અને વાપી ર૪-ર૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે જો કે ડાંગ જીલ્લામાં ૮ મી.મી. સુધીનો ભારે વરસાદ નોંધાયો છ.ે

આ લખાય રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાંં વરસાદ ચાલુ છે.

(11:36 am IST)