Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સૌરઉર્જાના ઉપયોગથી નવસારી નગરપાલિકાના વીજબિલમાં તોતિંગ ઘટાડો : લાખો રૂપિયા બચ્યા !

પાલીકા હસ્તકના બીજા શોપિંગ સેન્ટર,ગાર્ડનમાં સૌર ઊર્જાના ઉપયોગનું આયોજન

 

 નવસારી નગરપાલિકા તંત્ર દ્વારા કચેરીની છત પર સૌર ઊર્જાનો ઉપયોગ કરી વીજળી ઉત્પાદિત કરવા માટે સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કર્યા બાદ ત્વરિત અમલ પણ કરવામાં આવ્યો હતો જેનાપરિણામે પાલિકાના વીજબિલમાં તોતિંગ ઘટાડો થયો છે

પાલિકા કચેરીનું વીજબીલ જે સામન્ય રીતે 45 થી 50 હજાર રૂપિયા જેટલું આવતું હતું તે હવે ઘટીને માત્ર 5થી 7 હજાર રૂપિયા આવ્યું છે અને વાર્ષિક 6થી 7 લાખ રૂપિયા બચત થવાનો અંદાજ છે. જેને લઈ પાલિકાના શાસકોમાં લોકોના નાણાં બચાવ્યાનો આનંદ છે બીજી તરફ હવે તંત્ર પાલીકા હસ્તકના બીજા શોપિંગ સેન્ટર,ગાર્ડનમાં સૌર ઊર્જાના ઉપયોગનું આયોજન કરવા જઈ રહ્યું છે. સાથે પાલિકા દ્વારા લોકોને પણ સૌર ઊર્જાનો વધુ ઉપયોગ કરવામાં અપીલ કરવામાં આવી છે.

(12:05 am IST)