Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ગુજરાતમાં ઓછા વરસાદનો આંક ૪૪ ટકા સુધી નોંધાયો

સૌરાષ્ટ્રમાં ૧૩૯ બંધમાં હજુ ઓછુ પાણી : વાયુ અસર હેઠળ ગીરસોમનાથ, પોરબંદર, જુનાગઢ અને અમરેલીમાં સામાન્ય કરતાય વધુ વરસાદ થઇ ચુક્યો છે

અમદાવાદ, તા. ૧૮ : ગુજરાતમાં ૧૭મી જૂન સુધીના આંકડા દર્શાવે છે કે, એકંદરે ઓછા વરસાદનો આંકડો હવે ૪૪ ટકાની આસપાસ રહ્યો છે. રાજ્યનો વરસાદ ડેફિસિટનો આંકડો ૪૪ ટકા રહી ગયો છે. વાવાઝોડા વાયુની અસર હેઠળ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે જેથી સૌરાષ્ટ્રમાં વરસાદની સાથે સાથે પ્રદેશમાં ઓછા વરસાદનો આંકડો માત્ર ૧૧ ટકાની આસપાસનો રહ્યો છે. આઈએમડી પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓછા વરસાદનો આંકડો સૌથી વધુ ૭૦ ટકાનો રહ્યો છે. ૧૭મી જૂન સુધી ૪૯ મીમીના સામાન્ય વરસાદની સામે ક્ષેત્રમાં માત્ર ૧૪.૬ મીમી વરસાદ થયો છે. આવી જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૭મી જૂન સુધી ૩૦.૬ મીમીના તેના સામાન્ય વરસાદની સામે સરેરાશ ૨૭.૩ મીમી સુધીનો વરસાદ થયો છે. આઈએમડીના આંકડામાં સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ અને અમરેલી જેવા જિલ્લાઓમાં ૧૭મી જૂન સુધી સામાન્ય વરસાદ કરતા વધુ વરસાદ થઇ ગયો છે. ૬૧.૬ મીમીના સામાન્ય વરસાદની સામે ૧૫૮ મીમી સુધીનો વરસાદ થયો છે. આ આંકડો ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો છે. વાવાઝોડા વાયુની અસર આ ચાર જિલ્લાઓમાં સૌથી વધુ નોંધાઈ છે જેમાં ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ થાય છે. આઈએમડીના અધિકારીઓના કહેવા મુજબ દેશભરમાં એકંદરે ઓછા વરસાદનો આંકડો ૪૩ ટકા રહ્યો છે. આઈએમડી સેન્ટ્રલ ડિવિઝન જે મધ્યપ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવાને આવરી લે છે તેમાં ૫૯ ટકા ઓછો વરસાદનો આંકડો નોંધાયો છે જ્યારે ઉત્તરપૂર્વ ભારતમાં ઓછા વરસાદનો આંકડો ૪૭ ટકાની આસપાસનો છે. રાજ્યના રેવેન્યુ વિભાગના

અધિકાીરઓનું કહેવું છે કે, પોરબંદર, જુનાગઢ અને ગીરસોમનાથમાં વરસાદ થયો હોવા છતાં પ્રદેશમાં બંધમાં પાણીનો પુરતો પ્રવાહ દેખાઈ રહ્યો નથી. સૌરાષ્ટ્રમાં ૧૩૯ બંધમાં માત્ર ૧૬૯.૪૧ મિલિયન ક્યુબીક મીટર પાણી છે અથવા તો  ૨૫૩૭.૪૯ મિલિયન ક્યુબીક મીટરની ક્ષમતા પૈકી ૬.૬૮ ટકા સુધી પાણીનો રહેલો છે જ્યારે ગુજરાતમાં ૨૦૩ બંધમાં એકંદરે સ્ટોરેજ સપાટી ૨૪૯૫.૪૫ એમસીએમ છે જે ૧૫૭૬૪.૧૬ એમસીએમની ક્ષમતાની વિરુદ્ધ છે.

૧૦મી જૂનના દિવસે મોનસુનની વરસાદની શરૂઆત થઇ હતી. મોટાભાગના રાજ્યોમાં રાજ્યમાં વરસાદની શરૂઆત થઇ ચુકી છે.

વરસાદના આંકડા શુ કહે છે

ગીર સોમનાથ, પોરબંદરમાં વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ, તા. ૧૮: ગુજરાતમાં ૧૭મી જૂન સુધીના આંકડા દર્શાવે છે કે, એકંદરે ઓછા વરસાદનો આંકડો હવે ૪૪ ટકાની આસપાસ રહ્યો છે. રાજ્યનો વરસાદ ડેફિસિટનો આંકડો ૪૪ ટકા રહી ગયો છે. વાવાઝોડા વાયુની અસર હેઠળ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે જેથી સૌરાષ્ટ્રમાં વરસાદની સાથે સાથે પ્રદેશમાં ઓછા વરસાદનો આંકડો માત્ર ૧૧ ટકાની આસપાસનો રહ્યો છે. વરસાદના આંકડા શું કહે છે તે નીચે મુજબ છે.

ક્ષેત્ર                      વાસ્તવિક        નોર્મલ             ઓછો વરસાદ

ઉત્તર-મધ્ય ગુજરાત      ૧૪.૬            ૪૯                -૭૦ ટકા

સૌરાષ્ટ્ર-કચ્છ             ૨૭.૩            ૩૦.૬             -૧૧ ટકા

ગુજરાત                  ૨૧.૬            ૩૮.૭             -૪૪ ટકા

વધુ વરસાદ

ગીર સોમનાથ            ૧૫૮             ૬૧.૬             ૧૫૬ ટકા

પોરબંદર                 ૭૧.૪            ૩૨.૬             ૧૧૯ ટકા

જુનાગઢ                  ૧૧૦.૮          ૫૮.૩             ૯૦ ટકા

અમરેલી                  ૫૪.૭            ૪૩.૧             ૨૭ ટકા

ગાંધીનગર               ૩૫              ૩૧.૧             ૧૩ ટકા

ઓછો વરસાદ

છોટા ઉદેપુર              ૨.૭              ૫૪.૮             -૯૫ ટકા

વડોદરા                  ૨.૯              ૫૦.૯             -૯૪ ટકા

નર્મદા                    ૭                ૬૭.૧             -૯૦ ટકા

આણંદ                   ૫                ૪૨.૫             -૮૮ ટકા

મોરબી                   ૪.૨              ૨૭.૯             -૮૫ ટકા

(9:27 pm IST)