Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ભરૂચ જિલ્લા પંચાયતમાં હોદેદારો રિપીટ કરાતા કોંગ્રેસમાં બળવો :કોંગ્રેસ-જેડીયુ ગઠબંધનવાળી જિલ્લા પંચાયતની સતા સામે જોખમ

 

ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતા આગામી અઢી વર્ષ માટે પ્રમુખ જશુબેન પઢીયાર અને ઉપપ્રમુખ અનિલ ભગતને રીપીટ કરાતા કોંગ્રેસમાં બળવો ઉભો થયો છે. કોંગ્રેસના બે સભ્યોએ પક્ષની વિરૂધ્ધમાં જઇ પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે દાવેદારી નોધાવી ફોર્મ ભરતા કોંગ્રેસ અને જેડીયુના ગઠબંધનવાળી જિલ્લા પંચાયતની સત્તા સામે જામખ ઉભું થયું છે.

 ૨૦૧પમાં ભરૂચ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ૧ર, કોંગ્રેસની ૧૩ અને જનતાદળ યુની બેઠક આવી હતી. જેમાં કોંગ્રેસ અને જેડીયુ ગઠબંધન કરી સત્તાના સુત્રો સંભાળયા હતા. જેમાં કોંગ્રેસના જશુબેન પઢીયારને પ્રમુખ તથા જેડીયુના અનિલ ભગતને ઉપપ્રમુખ તરીકે નિયુકત કરાતા તેમની અઢી વર્ષની ટર્મ પુરી થતા બાદ આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણીની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ર૦ જુનના રોજ ચુંટણી થશે પરંતુ પહેલા આજે ઉમેદવારી પત્રો ભરવામાં કોંગ્રેસ અને જેડીયુના ગઠબંધનને બળવાનો સામનો કરવો પડયો છે.

(11:14 pm IST)