Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

વડોદરામાં કોમી વૈમનસ્ય ઉભું કરવાના ગુન્હામાં એક શખ્શની ધરપકડ

 

વડોદરા શહેરમાં કોમી વૈમનસ્ય ઊભું કરવાના બદ ઈરાદા સાથે વીડિયો યુટ્યુબ ઉપર અપલોડ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. જે સંદર્ભે શરેહ ક્રાઈમબ્રાન્ચ દ્વારા એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. હાલ તેની પુછપરછ કરવામાં આવી રહી છે.

ક્રાઈમબ્રાન્ચે વીડિયો અપલોડ કરનાર મયુર શરદરાવ કદમની અટકાયત કરી હતી. તેની પૂછપરછમાં પોતે બીકોમ સુધીનો અભ્યાસ કરી એક હોટલમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતુ. હાલમાં પોલીસે તેની પુછપરછ હાથ ધરી કોના કહેવાથી આવું કર્યું અને બીજે ક્યાં ક્યાં વીડિયો મોકલ્યો છે. તે અંગે તપાસ કરવા તેનો મોબાઈલ એફએસએલમાં મોકલી આપી વધુ પૂછપરછ હાથ ધરી હતી

 અત્રે ગત તારીખ 16 જૂનનાં રોજ મુસ્મિલ બિરાદરોનું ઈદનું પર્વ ઉજવાઈ રહ્યું હતું. સાથે સાથે મહારાણા પ્રતાપની જન્મજયંતિ પણ હતી. ત્યારે વડોદરા શહેરમાં રાજપુર સમાજ દ્વારા શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શોભાયાત્રા ન્યાયમંદિર વિસ્તારમાં આવેલા દૂધવાળા મહોલ્લા પાસે પહોંચતાં રાત્રિનાં સમયે બે કોમ વચ્ચે તોફાનો થયા હતા. જે સંદર્ભે વાડી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાયી હતી

(10:45 pm IST)