Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગુજરાત ફોરેન્સિક સાયન્સ ખાતે આજે વિશેષ કાર્યક્રમ

જરૃરી માર્ગદર્શન પણ અપાશે

અમદાવાદ,તા.૧૯: ગુજરાત ફોરન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આજે તા. ૨૦મી જૂનના રોજ દૂનિયાની સૌ પ્રથમ ઈન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિકસ  એન્ડ ઈન્ટરનેશનલ સીમ્પોઝીયમ ઓન હ્યુમેનિટેરિયન ફોરેન્સિકસનું આયોજન કરાયું છે, તેમ જી.એફ.એસ.યુ. ના રજિસ્ટ્રાર દ્વારા જણાવાયું છે. ગુજરાત ફોરન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ઈન્ટરનેશનલ કમિટી ઓફ રેડક્રોસ ના સંયુકત ઉપક્રમે તા. ૨૦-૬-૨૦૧૮ થી તા. ૨૩-૬-૨૦૧૮ દરમિયાન યોજાનાર દૂનિયાની આ સૌ પ્રથમ ઈન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિકસનો આવતીકાલ તા. ૨૦-૬-૨૦૧૮ ના રોજ સવારે ૯-૦૦ કલાકે શુભારંભ થશે. આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર અને આઈ.સી.આર.સી. નાં હેડ ઓફ રીજીયોનલ ડેલીગેશન જેરમી ઈન્ગ્લેન્ડ હાજર રહીને પ્રેરક માર્ગદર્શન આપશે.

(9:53 pm IST)