Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

GTU ટીમે રાષ્ટ્રીય રેસિંગ કાર સ્પર્ધામાં બીજું સ્થાન મેળવ્યું

અમદાવાદ :ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી- જીટીયુની મોટર સ્પોર્ટ્સ ટીમે રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે  નોઈડામાં યોજાયેલી એસએઇ સુપ્રા 2018 રાષ્ટ્રીય સ્પર્ધામાં જીટીયુની ટીમે બીજું સ્થાન હાંસલ કર્યું છે અને રૂ.1.30 લાખના ઇનામો પણ જીત્યાં છે.
  આ સ્પર્ધામાં દેશભરની કોલેજોના 3000થી વધુ​વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલ 112 ટીમો તરીકે સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું.

(8:24 pm IST)