Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

વડોદરામાં વિધાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા: હરણી રોડ પર રહેતી આર્કિટેક્ટ યુવતિએ પોતાના ફ્લેટમાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. યુવતી મૂળ હાલોલની હતી અને અહી આર્કિટેક્ટ ફર્મમાં કામ કરતી હતી. જે ફ્લેટમાં આપઘાત કર્યો તે યુવતીનો જ હતો અહી એકલી જ રહેતી હતી જ્યારે તેના માતા પિતા હાલોલ ખાતે રહે છે અને સમયાંતરે અહી આવતા હોય છે એવુ જાણવા મળ્યુ છે. હરણી પોલીસ સ્ટેશન પાછળ આવેલા રાજેશ્વર ગોલ્ડ વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતી વર્ષારાની સંતોષસિંહ રાજપુત (ઉ.૨૨)એ આર્કિટેક્ટનો અભ્યાસ કર્યો હતો અને વડોદરાની એક ફર્મમાં જોબ કરતી હતી. આજે સવારે ૧૧ વાગ્યે કામવાળી આવી હતી અને ફ્લેટનો દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ અંદરથી કોઇ જવાબ નહી મળ્યો ન હતો. વર્ષારાનીએ કામવાળીને પણ ફ્લેટની એક ચાવી આપી રાખી હતી એટલે કામવાળીએ દરવાજો ખોલીને અંદર પહોંચી તો સ્ટડી રૃમમાં વર્ષારાની સ્ટડી રૃમમાં ફાંસો ખાઇ લીધો હતો.

(8:00 pm IST)