Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

તારાપુર ખાતે પોલીસે દરોડા પડી દારૂ સહિત પોણા લાખનો મુદ્દમાલ ઝડપ્યો

આણંદ: પેરોલ ફર્લો સ્ક્વોડે તારાપુર ખાતે દરોડો પાડીને એક શખ્સને બીયરના ૧૨ ટીન તથા બે એક્ટીવા સહિત કુલ ૭૧૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
તારાપુરમાં પેટ્રોલીંગ કરી રહેલા પેરોલ ફર્લો સ્ક્વોડે એક્ટીવા પર બેઠેલા ચેતનભાઈ ચંદુભાઈ વાલ્મીકને ઝડપી પાડીને તલાશી લેતાં બીયરની ત્રણ બોટલો મળી આવી હતી. બાજુમાં પાર્ક કરેલા એક્ટીવામાંથી પણ બે બોટલો મળી આવતાં પકડાયેલા ચેતનભાઈની પુછપરછ કરતાં બીયરની બીજી બોટલો ઘરમાં સંતાડેલી હોવાની કબુલાત કરતાં પોલીસે ત્યાંથી પણ સાત બોટલો જપ્ત કરી હતી. આ બીયરનો જથ્થો ૧૫ દિવસ પહેલાં રતનસિંહ મારવાડી આપી ગયો હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે. વાસદ પોલીસને હકિકત મળી હતી કે, મોગર ગામે રહેતો મહેશભાઈ રમણભાઈ સોલંકી પ્લાસ્ટીકની ફેક્ટરીની પાછળ આવેલી ખેતરની વાડના ઓથે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેથી પોલીસે છાપો મારતાં મહેશભાઈ કેળના પાકમાં સંતાઈને ફરાર થઈ ગયો હતો. પોલીસને જુદી-જુદી બનાવટની ૧૨૦ બોટલ વિદેશી દારૂની તેમજ તાડી મળી આવતાં વિદેશી દારૂ તથા તાડીનો કુલ ૫૦૪૦૦ની કિંમતનો જથ્થો જપ્ત કરીને ફરાર થઈ ગયેલા બુટલેગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(7:59 pm IST)
  • કેજરીવાલના ધરણાને ગેરબંધારણીય ગણવાની માંગણી કરતી અરજી પર તત્કાલ સુનાવણી કરવાનો સુપ્રિમ કોર્ટે કર્યો ઇન્કારઃ કેજરીવાલને મળી રાહત access_time 3:48 pm IST

  • અંતે કાશ્મીરમાં ભાજપ અને પીંડીપીના ગઠબંઘનનો અંતઃ સાંજ સુધીમાં મહેબુબા મુફતી મુખ્યમંત્રીપદ્દેથી આપશે રાજીનામું access_time 2:40 pm IST

  • સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન બાદ મનીષ સિસોદીયાની પણ તબીયત લથડી :હોસ્પિટલમાં દાખલ : છેલ્લા અઠવાડિયાથી એલજી અનિલ બૈજલ પાસે પોતાની વિવિધ માંગોને લઈને રાજનિવાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે ધરણા પર બેઠેલા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા બાદમાં મળતા અહેવાલ મુજબ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની પણ તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે access_time 8:57 pm IST