Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

માતર તાલુકાના સોખડામાં ફ્લેટનો દરવાજો તોડી સોના-ચાંદીના ઘરેણાંની તસ્કરી

માતર: તાલુકાના સોખડા ફલેટના દરવાજાનો નકુચો તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૪૨૮૫૦ની મતા ચોરી ગયા હતા. આ બનાવ અંગે માતર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર તાલુકાના સોખડા ગામે દેવઆદી બ્લોસમ ફ્લેટ નં.૧૦૧માં નાનાલાલ રેવાશંકર જોષી પરિવાર સાથે રહે છે. ગત તા.૧૭-૬-૧૮ની રાત્રિના અઢી વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન કોઈ તસ્કરો ફ્લેટના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી તિજોરી ખોલી ગુપ્ત ખાનું તોડી તેમાં રાખેલ સોના-ચાંદીના દાગીના જેમાં બે સોનાની વીંટી સોનાની કાનની બુટ્ટી, ચાંદીનો સિક્કો મળી કુલ રૂપિયા ૧૦,૮૫૦ તથા રોકડા રૂપિયા ૩૨૦૦૦ મળી કુલ રૂપિયા ૪૨૮૫૦ની મતા ચોરી ગયા હતા. 
આ બનાવ અંગે નાનાલાલ રેવાશંકર જોષીની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ડોગ સ્કવોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.

(7:58 pm IST)