Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

આણંદમાં ઉછીના આપેલા નાણાં બાબતે કુખ્‍યાત દેવલા બ્રહ્મભટ્ટ અને તેના સાથીદારોનો યુવક ઉપર હૂમલોઃ હવામાં ફાયરીંગ

આણંદઃ આણંદના વઘાસી રોડ પર ગોલ્ડન સોસાયટી પાસે મોડી રાતે ત્રણ રાઉન્ડ હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉછીના આપેલા રૂપિયા બાબતે કુખ્યાત દેવલા બ્રહ્મભટ્ટ અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને શરીર પર ઇજા પહોંચી છે.

આ બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્રણે કારતૂસો કબજે કર્યા છે. ફાયરિંગ કરવા બદલ તમામ સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આણંદના વઘાસી રોડ પર ગોલ્ડન સોસાયટી પાસે મોડી રાતે ત્રણ રાઉન્ડ હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.

અમદાવાદના જુહાપુરામાં શહેરના હિસ્ટ્રિશીટર નઝીર વોરા પર આ અગાઉ જુહાપુરાની સોનલ સિનેમાં પાસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. કારમાં આવેલા ત્રણ શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં નઝીર વોરા બચી ગયો હતો. ત્રણ શખ્સોએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને કારમાં નાસી છૂટ્યા હતા. વોરા ચરસ ગાંજાનો વેપારી તેમજ જુહાપુરા વિસ્તારનો ડોન છે. તેના પર હુમલામાં પોલીસે શંકાના આધારે ફરિયાદ નોંધી છે. વોરા અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી જમીન અને ધાકધમકી આપવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. નઝીર નમાજ પછી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેના પર ફાયરિંગ થયું હતું.

(7:55 pm IST)