Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

વડોદરાના નવનિયુક્ત ડે. મેયર જીવરાજ ચૌહાણ વિવાદમાં ફસાયાઃ અેમ.અેસ. યુનિવર્સિટીના હંગામી પ્રોફેસરને કાયમી કરવા નાણાં લીધાની ઓડિયો ક્લીપ વાયરલ

વડોદરાઃ વડોદરાના નવનિયુક્ત ડેપ્યૂટી મેયર જીવરાજ ચૌહાણ વિવાદમાં ફસાયા છે. તાજેતરમાં તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં મેયર જીવરાજ ચૌહાણે એમ. એસ. યુનિવર્સિટીના હંગામી પ્રોફેસરને કાયમી કરવા નાણા લીધા હોવાનો ઉલ્લેખ છે. આ ઓડિયો ક્લિપના એક વ્યક્તિ પહેલા રમણલાલ વોરા સાથે ટેલીફોનમાં વાતચીત કરે છે.

કથિત કોલ રેકોર્ડિંગમાં જીવરાજ ચૌહાણે હંગામી પ્રોફેસરોને નાણાં લઈને કાયમી કરવાની લાલચ આપી હોવાનું  જણાઈ રહ્યું છે. જોકે, લાંબા સમય સુધી પ્રધ્યાપકોને કાયમી ન કરતા અંતે આ ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હોય તેવી શક્યતા છે.

ઓડિયો ક્લિપ બાબતે વડોદરાના ડેપ્યૂટી મેયર જીવરાજ ચૌહાણે વાતચીત કરતા તમામ આરોપ ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, "કોઈ વિઘ્ન સંતોષી માણસે ફોન રેકોર્ડિંગ કરીને આવી ક્લિપ વાયરલ કરી છે. આ માણસને હું ક્યારેય રૂબરૂ મળ્યો નથી અને તેને હું ઓળખતો પણ નથી. મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. આવા લોકો હવનમાં હાડકા નાંખે છે. હું તેની નિંદા કરુ છું."

ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ રહી છે?

પ્રોફેસરનાં મામા : હલો, રમણભાઈ બોલો છો.

રમણલાલ વોરા: હા બોલું છું.

પ્રોફેસરનાં મામા: હું બોલું છું. એમ.એસ. યુનિવર્સિટીનો પ્રોફેસર.

રમણલાલ વોરા : હા બોલો.

પ્રોફેસરનાં મામા : મારી ભાણીને તે લોકો હંગામી હતાં અને તેને કાયમી કરવા માટે જીવરાજભાઈ જોડે વાત થઈ હતી ને, ડાકોરમાં મિટીંગ કરી હતી આપણી.

રમણલાલ વોરા : હા

પ્રોફેસરનાં મામા : એ પ્રમાણેનો કેસ હતો પણ મેં જીવરાજભાઈને ફોન કર્યો પણ તે ફોન ઉપાડતા નથી અને આ બધામાં બહુ ટાઈમ થઈ ગયો તો હવે કયારે થશે.

રમણલાલ વોરા : એ કેવા પ્રાધ્યાપકો હતાં તમે કેવું કહ્યું?

પ્રોફેસરનાં મામા : ટેમ્પરરી હતાં એને કાયમી કરવા માટેની.

રમણલાલ વોરા : પાર્ટ ટાઈમ લેક્ચરર હાઈકોર્ટમાં ગયાં હતાં અને હાઈકોર્ટે એવી ગાઈડલાઈન આપી છે કે, સરકાર સાંભળીને નિર્ણય કરે.

પ્રોફેસરનાં મામા : હું

રમણલાલ વોરા : સાંભળ્યા પછી પ્રિન્સિપલ સેક્રેટરીએ એમને સાંભળ્યાં છે. શું નિર્ણય કર્યો એ મને ખબર નથી.

પ્રોફેસરનાં મામા : બરોબર.

રમણલાલ વોરા : પણ ઘણો લાંબો સમય થયો એટલે ઉભું કરેલુ મારૂ જ હતું અને એ મિટિંગમાં મેં તમારૂ કામ નહીં થાય તેવું ઓલરેડી કહી દીધું હતું. તમારી જાણકારી માટે.

પ્રોફેસરનાં મામા : ના હવે. ડાકોર જ્યારે મિટિંગ ભરીને સાહેબ.

રમણલાલ વોરા : જે ત્યારે મેં ગુજરાતી ભાષામાં ના પાડી હતી કે તમારૂ આ કામ કરવામાં મને રસ નથી. મેં કહીં દીધું હતું તમને સાંભળવામાં કદાચ તમારી ભુલ થઈ મારી બોલવામાં જરાય ભુલ નથી થઈ. એ દિવસે મેં હાથ અધ્ધર કરી દીધાં હતાંય મેં એને ના પાડી દીધી હતી. ના પાડ્યા પછી જ તે હાઈકોર્ટમાં ગયાં અને હાઈકોર્ટે આવો નિર્ણય આપ્યો છે. આટલું તમારા જાણમાં રહે.

પ્રોફેસરનાં મામા : આ તો સાહેબ તમને તમારા ધ્યાન ખાતર કહીએ છીએ કે બધું જીવરાજભાઈ થકી જ પૈસા ઉઘરાવ્યાં હતાં.

રમણલાલ વોરા : પણ એ તો તમે એમને મળો ભાઈ. એ દિવસે તો મેં ગુજરાતી ભાષામાં ના પાડી છે ભાઈ.

પ્રોફેસરનાં મામા : પણ અમે તો એને ઘરે જઈને આપી આવ્યાં હતાં. આ તો તમારૂ ધ્યાન દોરીએ સાહેબ.

રમણલાલ વોરા : તમે એને કહીં શકો છો. હું ના નથી પાડતો ભાઈ.

પ્રોફેસર અને જીવરાજ ચૌહાણ વચ્ચેની વાતચીત:

પ્રોફેસરનાં મામા : હમણાં વાત થઈ મારી રમણભાઈ સાથે. એમણે મને એવું કીધું કે તમે જીવરાજભાઈને મળી લો.

જીવરાજ ચૌહાણ : હા.

પ્રોફેસરનાં મામા : અને હવે ટાઈમ થોડો લાંબો થયો છે એટલે મને કે તમે મળી આવજો. તમને વ્યવસ્થિત જવાબ આપી દેશે. હમણાં સરકારને સાંભળવાનું કીધું હતું. હાઈકોર્ટે.

જીવરાજ ચૌહાણ : હમમમ.

પ્રોફેસરનાં મામા : અને કર્મચારીઓની ફેવરમાં નિર્ણય આપેલ છે.

જીવરાજ ચૌહાણ : હમમમ

પ્રોફેસરનાં મામા : તમે રમણભાઈને મળશો એટલે તમને બધી બાબત સમજાવી દેશે.

જીવરાજ ચૌહાણ : ઓકે એટલે આવો તમે આજે કયાં છો?

પ્રોફેસરનાં મામા : હું બરોડા જ છું સાહેબ.

જીવરાજ ચૌહાણ : તમને એટલું ધ્યાનમાં ન આવે. તમે ડાયરેક્ટલી. આ વિષય તમારા ભવિષ્ય માટેનો છે. અમે તો ઉલાળીયો કરી નાખીએ તો શું થાય? પણ તમે આવી રીતે ફોન ન કરાય અને બીજું રૂબરૂ આવવાનું મેં તમને કીધું

તો ખરૂં તમે આવીને વાત કરો.

પ્રોફેસરનાં મામા : હા બરોબર સાહેબ આપણે રૂબરૂ મળીએ અને રૂબરૂમાં જ આપણે જે કંઈ હોય તે તમે અમને સમજાવો. અમે તમને સમજાવીએ અને સરકારમાં જે-તે નિર્ણય લેવાયો હોય તે નિર્ણયની જાણ કરો.

જીવરાજ ચૌહાણ : તમે પાર્ટ ટાઈમર છો?

પ્રોફેસરનાં મામા : ના મારી ભાણીનું છે. હું તો રિટાયર્ડ થઈ ગયો છું.

(7:51 pm IST)