Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગુજરાતી સિનેમા ઉદ્યોગમાં સમાજને રાહ ચીંધતું સૌપ્રથમ નિર્દોષ મુવી- સેકસ એજયુકેશન !: ૨૨મીએ રીલીઝ

અમદાવાદઃ ગુજરાતી સિનેમાં ક્ષેત્રે એક ઐતિહાસિક કહી શકાય તેવું સમાજને પ્રેરણા આપતું અત્યાધુનિક મુકત વિચારો અને સેકસ સંબંધિત મુઝવતા પ્રશ્નોને વાચા આપતું મુવી એટલ સેકસ એજ્યુકેશન. પ્રશ્નોત્તરી સ્વરૂપે શિક્ષક- વિદ્યાર્થીના સવાલ- જવાબને આબેહૂબ રીતે રજૂ કરતું. વલ્ગારિટી વગરનું, સમાજમાં સેકસ સંદર્ભે જાગ્રતતા કેળવવું, ગર્ભનિરોધક માહિતીના ફાયદા- નુકશાન સમજાવતું, સેન્સર બોર્ડની પેનલ જયુરીએ જેને 'વેરી નાઈસ મેકિંગ' તરીકે જણાવી. મેજર કટ વગર 'એ' સર્ટિફિકેટ આપેલ છે, તે ગુજરાતી ફિલ્મ સેકસ એજ્યુકેશન વડીલોએ, પેરેન્ટ્સે એક વખત નિહાળી પોતાના બાળકોમાં જાગ્રતતા કેળવવા માર્ગદર્શન બની રહેશે.

સંગીત ફિલ્મ સ્ટુડિયોના બેનર તળે પ્રણવ પટેલ દ્વારા દિગદર્શિત આ ફિલ્મના નિર્માતા કિશોર જાંગીડ અને દીપક જાંગીડના છે. જે સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં ૨૨ જૂનના રોજ રજૂ થઈ રહેલ છે. પ્રણવ પટેલ અને પ્રોડ્યુસર કિશોર જાંગીડના જણાવ્યા મુજબ- આ ફિલ્મ દરેક પેરેન્ટ્સે ક્ષોભ સંકોચ વગર એક વખત જરૂર નિહાળવી જોઈએ. વયસ્ક થઈ રહેલાં બાળકોની આંતરીક સમસ્યાનો ઉકેલ તેમને અહીંથી મળી જ જશે. બાળકો ગેરમાર્ગે દોરાતાં અટકી જશે. તેમનામાં જાગ્રતતા કેળવાશે.

આમ જોવા જઈએ તો સેકસ એજ્યુકેશન શબ્દ સાંભળતા જ રૂઢિચુસ્ત, જૂનવાણી વિચારો ધરાવતા પરિવારના વડીલો મોં ફેરવી લેશે. પરંતુ સામાજિક સંદેશો ધરાવતું આ મુવી નિહાળ્યા પછી તેઓ પણ અન્યોને આ મુવી જોવા પ્રેરણા આપશે. તેમાં કોઈ શંકા નથી. પ્રોડ્યુસર દીપક જાંગીડના કહેવા મુજબ- હકીકતમાં સમાજમાં રોજબરોજ વધી રહેલાં દુષ્કર્મોના કિસ્સાઓને અમુક અંશે રોકવામાં આ ગુજરાતી ફિલ્મ સિંહ ફાળો આપી શકે છે. ગુજરાતી અને નોન- ગુજરાતી પરિવારો સમજી શકે તેવી સરળ સચિત્ર પ્રશ્નોત્તરી ફિલ્મ દ્વારા રજૂ કરાયેલ છે.

આ ફિલ્મમાં ચેતન દૈયા, હરેશ દાગીયા, સંજય પ્રજાપતિ, દિવ્યા ભટ્ટ, કોમલ પંચાલ, સમર્થ શર્મા, યેશા ગાંધી, રાજન ઠાકર, કમલેશ પરમાર, અંજલિ દહિયા જેવા નિવડેલાં કલાકારો કોઈપણ જાતની વલ્ગારિટી વગર સેકસ એજ્યુકેશનની ચર્ચા કરે છે. આ કલાકારો વયસ્ક વિદ્યાર્થીઓને સેકસ તેમજ શારિરિક વિકાસ સંદર્ભે સચોટ માહિતી પિરસે છે. પ્રેમ, સન્માન અને સાચી લાગણીઓનું મહત્વ, સમજણ અને સંયમ, કન્યાઓ-મહિલાઓ પ્રત્યેની માનસિકતામાં ઉદારીત્વ વગેરે પ્રશ્નોત્તરી સ્વરૂપની રજૂઆત હૃદયને સ્પર્શી જાય તેવી છે.

સ્ક્રીપ્ટ રાઈટર અને ડિરેકટર પ્રણવ પટેલ તેમજ લાઈન પ્રોડ્યુસર હિંમતભાઈ વાસદડિયા અને સુશીલ નેટલેકર કહે છે કે લોકો મોડર્ન તો થયા છે, પરંતુ બાળકોને જાતીયતા સંદર્ભે પૂરતી માહિતી આપી શકતા નથી. પરિણામે બાળકોમાં સેકસની અધૂરી સમજણ ભૂલો કરાવી નાખે છે. આટલું જ નહિ, શાળામાં સેકસ એજ્યુકેશન સબ્જેકટ નથી, શિક્ષકો પણ આ સંદર્ભે પૂરતું જ્ઞાન પિરસતાં નથી અને એ જરૂરિયાત પરિપૂર્ણ કરવા તૈયાર થઈ ગઈ છે. ગુજરાતી ફિલ્મ- સેકસ એજ્યુકેશન.

(3:40 pm IST)