Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અમદાવાદમાં ડ્રોન દ્વારા સર્વે કરી ગેરકાયદે ખોદકામ થતું ઝડપી લેતા કલેકટર વિક્રાંત પાંડે

ડ્રોન (ત્રિજી આંખ) નો ઉપયોગ થયાની રાજયમાં પ્રથમ ઘટનાઃ સાબરમતિમાં દરોડાઃ અમદાવાદના ભવાન ભરવાડ સામે ફોજદારીઃ ૬II કરોડનો દંડ ફટકારાયોઃ ૮૦ લાખની એસી હિટાચી કબજે

રાજકોટ તા.૧૯: અમદાવાદ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ચોક્કસ બાતમી બાદ દરોડા પાડી સાબરમતિમાં પ્લોટ નં. ૪૬૦માં વર્ષોથી ચાલતું ગેરકાયદે માટી ખોદકામ-રેતી ખોદકામ ઝડપી લઇ પોલીસ ફરીયાદ ઉપરાંત ૬II કરોડનો દંડ ફટકારતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે માહિતી આપતા, કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ''અકિલા'' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે, બાતમી બાદ રાજયમાં પ્રથમ વખત જ ''ડ્રોન'' દ્વારા સર્વે કરી બાદમાં દરોડા પડાયા હતા, અને આ વિસ્તારના માથાભારે ભવાન ભરવાડ અને તેના માણસો દ્વારા ચાલતુ ગેરકાયદે ખનન ઝડપી લઇ સાધન સામગ્રી કબજે કરી ૬ાા કરોડનો દંડ ફટકારી-માલ રીકવર કરાયો હતો. કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ઉમેર્યુ હતું કે, ભવાન ભરવાડ સામે ફોજદારી પણ કરાઇ છે.

તેમણે ઉમેર્યુ હતું કે, ડ્રોન દ્વારા ગેરકાયદે ખોદકામ- ખનન પકડી લેવાયું તે રાજયની પ્રથમ ઘટના છે, દરોડો પડાયો ત્યારે હિટાચી કબજે લેવાઇ તે ૮૦ લાખની છે, અને આખી એરકન્ડીશન છે.

(12:26 pm IST)