Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રાજ્યમાં વીજકટોકટીના એંધાણ: વીજમથકોમાં 4‘દિ ચાલે તેટલો જ કોલસો

અમદાવાદ :ગુજરાત રાજ્યમાં વીજકટોટકી સર્જાય તેવા એંધાણ જણાઈ રહ્યા છે. હાલ રાજ્યના સરકારી થર્મલ પાવર સ્ટેશનો પાસે માત્ર 4 દિવસ ચાલે તેટલો કોલસો બચ્યો છે.તેમ જાણવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની કોલસાની વાર્ષિક જરૂરિયાત 175 મિલિયન મેટ્રિક ટન છે. ત્યારે સૂત્રો પાસેથી કોલ ઇન્ડિયા તરફથી પૂરતો કોલસો ન ફાળવાતાં હાલ ઇમ્પોર્ટેડ અને સ્થાનિક કોલસો મિક્સ કરીને કામ ચલાવવું પડે છે.

(11:48 am IST)