Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અરબ સાગરમાં સર્જાઇ સિસ્ટમ : રાજ્યના અનેક જિલ્લામાં થશે ભારે વરસાદ

અમદાવાદ તા. ૧૯ : રાજયમાં વરસાદને લઇને ચિંતિત ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અરબ સાગરમાં અપરએર સાઇકલોનિક સરકયુલેશન સર્જાતા રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેમાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. જયારે આગામી સપ્તાહમાં અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં સર્જાયેલા અપરએર સાઇકલોનિક સરકયુલેશનના કારણે રાજયના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આમ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ગમે ત્યારે દસ્તક દઇ શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજયમાં અનેક વિસ્તારોમાં છૂટો-છવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(11:37 am IST)