Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગુજરાત હાઇકોર્ટમાં આસિસ્‍ટન્‍ટ પદ માટે ૭૬૭ ઉમેદવારોની ભરતી કરાશેઃ ૧૪મી જુલાઇ સુધીમાં અરજી કરી શકાશેઃ ૬૩,૨૦૦ રૂપિયા પગાર મળશે

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં આસિસ્ટંટ પદ માટે ભરતી કરવાની છે. આ ભરતીમાં 767 ઉમેદવારોની પસંદગી થશે. જે લોકોએ ગ્રેજ્યુએશન કર્યું હોય અને કમ્પ્યુટર આવડતું હોય તેઓ અપ્લાય કરી શકે છે. આગળ વાંચો કઈ રીતે રહેશે ભરતીની પ્રક્રિયા.

આસિસ્ટન્ટ પદની 767 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. પસંદગી પામેલા ઉમેદવારોને 19,900થી 63,200 રૂપિયાનો પે સ્કેલ મળશે. આ પદ માટે જનરલ કેટેગરીના 408 ઉમેદવારો, SEBCના 196 ઉમેદવાર, SCના 37 અને STના 126 ઉમેદવારોની પસંદગી કરાશે.

અરજી કરવા માટે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. કમ્પ્યૂટરના નોલેજની સાથે સારી ટાઈપિંગ સ્પીડ પણ જરૂરી છે. 21થી 35 વર્ષના લોકો એપ્લિકેશન આપી શકે છે. નિયમોના આધારે અનામત વર્ગના ઉમેદવારોને વયની છૂટ અપાશે.

અપ્લાય કરવા માટે SC-STના ઉમેદવારોએ 300 રૂપિયા એપ્લિકેશન ચાર્જ અને અન્ય બેંક ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે અન્ય ઉમેદવારોએ 600 રૂપિયા ફી ભરવી પડશે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ, 2018 છે. નોકરી મેળવવા માટે ઉમેદવારોએ લેખિત અને પ્રેક્ટિકલ સ્કીલ (ટાઈપિંગ) ટેસ્ટ આપવી પડશે. મેરિટના આધારે નોકરી મળશે.

(6:47 pm IST)