Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

માલધારી સમાજની લાગણી દુભાય તેવું નિવેદન આપનાર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શિવેન્‍દ્ર ગુપ્તાના રાજીનામાની માંગણીઃ યુનિવર્સિટીના ગેટ પાસે દૂધ ઢોળીને વિરોધ

સુરતઃ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિએ માલધારી સમાજની લાગણી દુભાય તેવું નિવેદન આપતા માલધારી સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે.

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા સામે માલધારી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિવેન્દ્ર ગુપ્તાએ સમાજની લાગણી દુભાય તેવું નિવેદન આપ્યાના આક્ષેપ સાથે તેમના રાજીનામાંની માંગ લઈને મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોએ યુનિવર્સિટીના ગેટ પાસે જ ધરણા શરુ કર્યા હતા. લોકો દ્વારા યુનિવર્સિટીના ગેટ પાસે દૂધ ઢોળીને પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ યુનિવર્સિટીમાં તૈનાત કરી દેવાયો છે. 

(6:46 pm IST)