Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

હવે રૂ.5મા શ્રમિકોને ભોજન આપવાની સરકારની તૈયારી: શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાની મોટી જાહેરાત

સુરતમાં ગુજરાત ચેમ્બરના કાર્યક્રમમાં મંત્રી મેરજાએ કરી જાહેરાત :આગાઉ યોજનામાં કડિયાનાકા પર રૂ.10માં ભોજન અપાતું હતું

સુરતમાં ગુજરાત ચેમ્બરના કાર્યક્રમમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ એક મોટી જાહેરાત કરી છે મંત્રીએ મેરજાએ કહ્યું- હવે રૂ.5મા શ્રમિકોને ભોજન આપવાની સરકારની તૈયારીછે અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ યોજનામાં કડિયાનાકા પર રૂ.10માં ભોજન અપાતું હતું

સુરતમાં ગુજરાત ચેમ્બરના કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું કે, કોરોના કાળથી બંધ કરેલી અન્નપૂર્ણા યોજના ફરી શરૂ થશે. હવે રૂ.5માં શ્રમિકોને ભોજન આપવાની સરકારની તૈયારી છે. મહત્વનું છે કે, અગાઉ યોજનામાં કડિયાનાકા પર રૂ.10માં ભોજન અપાતું હતું.

વધુમાં મેરજાએ કહ્યું કે, નવા રૂપરંગ સાથે યોજના ફરીથી શરૂ કરાશે. આગામી એક મહિનાની અંદર અન્નપૂર્ણા યોજના શરૂ થશે. હાલ અન્નપૂર્ણા યોજનામાં સુધારા વધારાની કામગીરી ચાલુ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં આજે ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમમાં બ્રિજેશભાઈ  મેરજા હાજર રહ્યા હતા. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઈ  મેરજાના અધ્યક્ષસ્થાને SPB હોલ ખાતે રોજગાર અને તાલીમ નિયામક અને ગુજરાત કૌશલ્ય વિકાસ મિશનના સંયુક્ત ઉપક્રમે ‘ઈન્ડસ્ટ્રી આઉટરીચ કાર્યક્રમ' યોજાશે.

ગુજરાત સરકારે તા. 18 જુલાઈ, 2017ના રોજ રાજ્યના શ્રમિકો અને તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટરો શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર 10 રૂપિયામાં જ ટિફિન ભરી આપવામાં આવતું હતું. જેમાં રોટલી અથવા થેપલાં, શાક, અથાણું કે ચટણી અને લીલાં મરચાં આપવામાં આવતાં હતા. શ્રમિકો જે સમયે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લે એ રીતે સવારે 7થી 11 વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ કરવામાં આવતું.

(8:50 pm IST)