Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

વિકાસ હવે મોટો થઈ રહ્યો છે, LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો : LPG સિલિન્ડરની નવી કિંમત 1009.50 રુપીયા : મોંઘવારીથી પ્રભાવિત, હજી અનેક નેતાઓ ભાજપમાં જોડાશે : આજે LPG સિલિન્ડરમાં 3 રૂપિયા 50 પૈસાનો વધારો થયો ! ભ્રષ્ટાચારી ભાજપની બેશરમી પર કોઈ અંકુશ નથી! LPG સિલિન્ડરના ભાવ આજે ફરી વધ્યા : ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર દ્વારા LPG સિલિન્ડરના ભાવ વધારા મુદ્દે ભાજપ ઉપર પ્રહારો

રાજકોટ તા.૧૯

આમ આદમી પાર્ટી ગુજરાતના  પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર દ્વારા LPG સિલિન્ડરના ભાવ વધારા પર તેમના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "ભાઈઓ અને બહેનો, હવે વિકાસ મોટો થઈ રહ્યો છે! LPG સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો!

 

ગુજરાતનો દરેક નાગરિક પહેલાથી જ મોંઘવારીથી પરેશાન છે. અહીં દરેક વસ્તુ મોંઘા ભાવે વેચાય છે. જેના માટે આજદિન સુધી ભાજપ સરકારે છેલ્લા 27 વર્ષથી કંઈ કર્યું નથી. ભ્રષ્ટ ભાજપે દર વર્ષે દરેક વસ્તુના ભાવ ધીમે ધીમે વધારી દીધા છે. આજ સુધી ભાજપ સરકારે ક્યારેય લોકોની જરૂરિયાતો તરફ ધ્યાન આપ્યું નથી. આ સરકારે 27 વર્ષમાં ક્યારેય વિચાર્યું નથી કે સામાન્ય નાગરિકની જીવનશૈલી પર ભાવ વધારાની શું અસર થશે.

 

ભાજપ સરકારે દર વખતની જેમ આ વખતે પણ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આજે LPG સિલિન્ડરની કિંમતમાં 3 રૂપિયા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, આજથી રાજ્યમાં LPG સિલિન્ડરની નવી કિંમત 1009.50 રૂપિયા છે.

 

ઇસુદાન ગઢવીએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, હજુ પણ આ મોંઘવારીથી પ્રભાવિત થઈને અનેક નેતાઓ ભાજપમાં જોડાશે.તેમણે કહ્યું કે, જે સરકારે ક્યારેય લોકોની સામાન્ય જરૂરિયાતોની ચિંતા કરી નથી, ભાજપે ક્યારેય લોકોના હિતનો વિચાર કર્યો નથી. છતાં કેટલાક એવા નેતાઓ છે જેમના દ્વારા ભાજપને સમર્થન આપવામાં આવી રહ્યું છે.

 

લોકો વતી, આમ આદમી પાર્ટીની ગુજરાત સરકારને વિનંતી છે કે, તેઓ લોકોની રોજિંદી જરૂરિયાતો વિશે વિચારે અને વહેલામાં વહેલી તકે મોંઘવારી પર કાબુ મેળવે.

 

(6:21 pm IST)