Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સુરતના મહિધરપુરા હીરાબજારમાં વેપારીને પેમેન્ટ આપવા જતા યુવાનને ઘેરી પાંચ શખ્સોએ 4.65 લાખ સાથેની લૂંટ ચલાવતા ગુનો દાખલ

સુરત: શહેરના મહિધરપુરા હીરાબજારમાં બુધવારે સાંજે વેપારીને પેમેન્ટ આપવા જતા યુવાનને ઘેરી પાંચ અજાણ્યા રૂ.4.65 લાખ સાથેની થેલી ઝુંટવી ફરાર થઈ ગયા હતા. નજીકમાં જ ઓફિસ ધરાવતા વેપારીને ત્યાં ચાલતા જતા યુવાન સાથે એક અજાણ્યો અથડાયા બાદ કોઈ પાછળ બોલાવે છે તેવો ભાસ થતા તેણે પાછળ જોયું ત્યારે જ આગળ ચાલતો યુવાન થેલી લઇ ભીડમાં ભળી ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભરૂચના નેત્રંગના કોઈલી માંડવીનો વતની અને સુરતમાં રાંદેર રોડ નવયુગ કોલેજની સામે કોટીયાક નગરમાં રહેતો 22 વર્ષીય સંજય મનુભાઈ વસાવા મહિધરપુરા હીરાબજાર જદાખાડી સચ્ચિદાનંદ બિલ્ડીંગના પહેલા માળે કેતનભાઈ લલીતભાઈ શાહના હીરાના કારખાના અભિનંદન ઈમપેક્ષમાં છેલ્લા આઠ મહિનાથી રૂ.3500 ના પગારે પરચુરણ કામની નોકરી કરે છે. જદાખાડી ક્રિષ્ણા બિલ્ડીંગમાં જ ઓફિસ ધરાવતા હીરા વેપારી નવીનભાઈ સિદ્ધપરાને ત્યાં તે અવારનવાર પેમેન્ટ આપવા જતો હોય ગતસાંજે કેતનભાઈએ તેને રૂ.4,65,400 કાળી થેલીમાં આપી નવીનભાઈને આપવા મોકલ્યો હતો. નજીકમાં જ નવીનભાઈની ઓફિસ હોય સંજય ચાલતો જતો હતો ત્યારે જદાખાડી મેઇન રોડ ઇવા સેફ નામના સેફ વોલ્ટની સામે એક તરફથી ત્રણ યુવાનોએ અને બીજી તરફથી બે યુવાનોએ તેને ઘેરી લીધો હતો.

(6:11 pm IST)