Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કલોલના પૂર્વ વિસ્તારમાં જમવાનું આપવાના બહાને હિંસક મારમારી છરીથી હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો

કલોલ :  કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ શ્રેયસ સોસાયટી પાસે ગાન્ડા માણસને જમવાનું આપવા બાબતે  હિંસક મારામારી થઈ હતી આ બનાવ મા  એક ઈસમે યુવાનને છરી મારી હતી જેના પગલે આસપાસમાં ભારે હોબાળા સાથે ચકચાર મચી જવા પામી હતી બનાવને લઇને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને પક્ષોની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કલોલ શહેર પોલીસ મથકમાં અક્ષર જયંતીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે અક્ષર જયંતીભાઈ પટેલ પાર્લર સોસાયટી પાસે આવેલ છે.આ પાર્લર પાસે એક ગાડા જેવો માણસ બેઠો હતો તેને સુરેશભાઈ નટવરભાઈ દંતાણી જમવાનું આપવા માટે આવ્યા હતા ત્યારે અક્ષરે તેમને તેમ કરવાની ના પાડી હતી જેથી અક્ષર અને સુરેશભાઈ વચ્ચે બોલાચાલી થઇ હતી ત્યારે સુરેશભાઈનું ઉપરાણું લઇને તેમના ભાઈ ભરતભાઈ નટવરભાઈ દંતાણી તથા નટવરભાઈ દંતાણી પણ દોડી આવ્યા હતા અને અક્ષરને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા.આ દરમિયાન અક્ષરનો ભાઈ ભોલાભાઈ ઉર્ફે પાર્થ પટેલ આવ્યો હતો અને આ લોકોના માર માંથી અક્ષરને છોડાવ્યો હતો આ દરમિયાન નટવરભાઈ ઉશ્કેરાઇ ગયા હતા અને હાથમાં છરી લઈને દોડી આવ્યા હતા તેઓએ છરી વડે ભરત પર હુમલો કરી ને તેને છાતીના ભાગે છરી મારી હતી જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી યુવક પર છરી વડે હુમલો કરવામાં આવતા આસપાસમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા ઘાયલ યુવકને સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે સામે પક્ષે સુરેશભાઈ નટવરભાઈ દેવીપુજક એ પોલીસ મથકમાં ભોલાભાઈ પટેલ તથા ભીમાભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે સુરેશભાઈ ગાન્ડા માણસને જમવાનું આપવા ગયા હતા ત્યારે તેઓને બોલાચાલી થતા ભોલાભાઈ અને ભીમાભાઇ લોખંડની પાઈપો લઈને દોડી આવ્યા હતા અને સુરેશભાઈ પર હુમલો કરી દીધો હતો અને સુરેશભાઈને છોડાવવા વચ્ચે પડેલા તેમના ભાઈ ઉપર પણ તેમણે લોખંડની પાઇપ વડે હુમલો કરી દીધો હતો આ હુમલામાં બંને જણાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે કલોલ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે બંને પક્ષની ફરિયાદ લઇ તપાસ ચલાવી છે.

(6:09 pm IST)