Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ખૂંખાર હત્યાના આરોપીઓ સુરત છોડી ગુજરાત બહાર નાસી છૂટે તે પહેલાં જ રાતોરાત ઝડપી લેવાયા

ડ્રગ્સ અભિયાનમાં એટીએસને જોડી આંતરરાજય અને ખોફનાક અપરાધીઓને 'જેર' કરવાના અભિયાનને અસર ન થાય તેવી આશિષ ભાટિયાની રણનીતિ રંગ લાવી : ઔદ્યોગિક વિસ્તારોમાં ચોરી કરવા ઉતરી પડેલ આંતર રાજય ગેંગ અને દારૃના ટ્રક મંગાવનાર ગોવા, રાજસ્થાનના કુખ્યાત બૂટલેગરોને ઝડપી લેતી સુરત રૃરલ પોલીસ ટીમઃ એક તરફ અજયકુમાર તોમર સહિતના અધિકારીઓના માર્ગદર્શનમાં પીઆઈ આર.એસ.સુવેરા ટીમ તો બીજી તરફ રાજકુમાર પાંડિયન અને યુવા એસપી હિતેશ જોયસર ટીમ દ્વારા ભરડો લેવાયો છે

રાજકોટ તા.૧૯:  ગુજરાતમાં ડ્રગ્સ, દારૃ, ગેરકાયદે હથિયારો આડે ફૂલપ્રૂફ પ્લાન ઘડી કાઢવા માટે રાજ્યના મુખ્ય પોલીસ વડા દ્વારા દક્ષિણ ગુજરાતમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમર ટીમ દ્વારા ચાલતા પ્રયાસોના પગલે પગલે સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન ,સુરત એસપી હિતેશ જોયસર દ્વારા પણ આજ રીતે  અવિરત શરૃ કરેલ પ્રયાસો બળવત્તર બનાવવા માટે એ.ટી.એસ. પણ સાથે જોડાતા સુરત શહેર અને જિલ્લા સહિત વલસાડ સહિત દક્ષિણ ગુજરાત પોલીસને ગંભીર ગુન્હાના આરોપીઓ પકડવામાં વધુ સમય મળવા લાગ્યો છે, જેના સુંદર પરિણામ મળવા લાગ્યા છે,જેના આ રહ્યા પુરાવા.

સુરતના સચિન જી. આઈ. ડી. સી વિસ્તારમાં કતલ દ્વારા આખા શહેરમાં સન્નાટો મચાવતા આરોપીઓ કોઈપણ ભોગે ઝડપી લેવા માટે પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચના એડી. સિપી શરદ સિંઘલ, નાયબ પોલીસ કમિશનર રૃપલ સોલંકી, એ. સી.પી આર. આર .આર.સરવૈયા સાથે ચર્ચા કરી આવા અનેક અપરાધીઓને જેમની ટીમ દ્વારા દબોચી લેવાયા છે તેવી એસ. ઓ.જી. બ્રાંચના પીઆઇ આર.એસ. સુવેરા ટીમને મહત્વની જવાબદારી સુપ્રત કરવાનો નિર્ણય સફળ પુરવાર થયો છે. પોલીસ ભીસ વધતા ૫ આરોપીઓ સુરત છોડે તે પહેલા એસ. ઓ.જી ટીમ દ્વારા ઝડપી લેવાયા હતા.

જેમાં એસ.ઓ.જી.ના Asi ઈમ્તિયાઝ ફકરૃમોહમદ, Asiમો.મુનાફ ગુ.રસુલ, hcબાબુભાઈ સુરજીભાઈ, hc સહદેવસિંહ ભરતસિંહ, hc જગશીભાઈ શાંતિભાઈ, hc હર્ષદ નવઘણભાઈ, hc ધવલ વાલજીભાઈ, hc મહેન્દ્રસિંહ દિલીપસિંહ તથા hc અજયસિંહ રામદેવસિંહ, pc સિકંદર બિસ્મિલ્લા, pc રાજેષ પિતાંમ્બરભાઈનાઓ સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન asi ઈમ્યિાઝ ફકરૃમોહમદ તથા hc સહદેવસિંહ ભરતસિંહનાઓ દ્વારા તમામ આરોપીઓને આઈડેન્ટીફાઈ કરી લેવામાં આવેલ અને તેઓને હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા બાતમી મળેલ કે ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ સુરત છોડવાની તૈયારી કરી રહેલ છે અને તેઓ તમામ આરોપીઓ કોસાડ આવાસ પાસે ભેગા થવાના છે. જે બાતમી આધારે ઉપરોકત ટીમના માણસોને કોસાડ આવાસ એચ/૧ બિલ્ડીંગ પાસે ફિલ્ડીંગ ગોઠવી આરોપી (૧) શાહરૃખ ઉર્ફે સેવન હારૃન શેખ રહે. માનદરવાજા સી/૩ ટેનામેન્ટ સલાબતપુરા સુરત (૨) રહીમ ઉર્ફે હજરત અલાઉદ્દીન શેખ રહે. આદર્શ કાંટાની પાછળ રોડ નં.૩ સંજયનગર ઝુપડપટ્ટી ઉધના સુરત (૩) રોહીત અખીલેશ શર્મા રહે. પ્લોટ નં.૨૬૯/ એ અવિર્ભાવ સોસા-૨ પાંડેસરા સુરત (૪) શરીફ ઉર્ફે અતુલ યુનુસ શેખ રહે. બિલ્ડીંગ નં.એ/૧૧૬ રૃમનં.૧૫ ડીંડોલી આવાસ સુરત (૫) ફેઝલ ઉર્ફે દુધ મુખ્તાર શેખ રહે. બિલ્ડીંગ નં. એ/૧૧૫ રૃમ નં.૧૫ ડીંડોલી આવાસ સુરતવાળાઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આજ રીતે રેન્જ વડા રાજકુમાર પાંડિયન અને સુરતના નવ નિયુકત એસપી હિતેશ જોયસર દ્વારા સાઉથ ગુજરાતમાં રાજસ્થાન અને ગોવાના બુટલેગર દ્વારા મોટે પાયે ઇંગ્લિશ દારૃ મંગાવનાર આરોપીને ઝડપી, અન્યો ફરારી આરોપીને ઝડપવા માટે ખાસ ટીમો દોડાવી છે.

આ કામગીરી (૧) ભાર્ગવ પંડયા ઈ/ચા નાયબ પોલીસ અધિક્ષક બારડોલી ડીવીઝન બારડોલી, (૨) પો.સ.ઈ.સી.એમ. ગઢવી પલસાણા પો.સ્ટે., (૩) પો.સ.ઈ.ડી.એસ.લાડ પ્રોહી ડ્રાઈવ સ્કોડ સુરત વિભાગ સુરત, (૪) એ.એસ.આઈ. કમાભાઈ બાબુભાઈ પલસાણા પો.સ્ટે., (૫) પો.કો.મીતેષભાઈ અનીલભાઈ પલસાણા પો.સ્ટે., (૬) આ.પો.કો. દશરથભાઈ બાપાભાઈ પ્રોહી ડ્રાઈવ સ્કોડ સુરત વિભાગ સુરત, (૭) પો.કો. દિનેશ ગોવિંદભાઈ પલસાણા પો.સ્ટે., (૮) પો.કો. પ્રહલાદસિંહ ભુપતસિંહ પલસાણા પો.સ્ટે,નાઓેએ સંયુકત રીતે કરેલ છે.(

(2:51 pm IST)