Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

NCPના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ કહ્યું- હાર્દિકના રાજીનામાં બાદ કોંગ્રેસનો ગ્રાફ ઊંચો જશે

જયંત બોસ્કીએ કહ્યું -કોંગ્રેસ દ્વારા હાર્દિકને મોટો હોદ્દો અને માન આપવામાં આવ્યા હતાં. પણ હાર્દિક હોદ્દો અને માન સ્વીકારી શક્યો નહીં

અમદાવાદ :કોંગ્રેસથી નારાજ ચાલતા હાર્દિક પટેલે અંતે કોંગ્રેસમાં રાજીનામું આપ્યુ છે. હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધુ છે. હાર્દિક પટેલે પોતાના ટ્વીટર પર રાજીનામાનો પત્ર શેર કર્યો છે. હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું કેમ આપે છે તેના કારણો આ પત્રમાં જણાવ્યા છે. હાર્દિક પટેલના રાજીનામાને પગલે ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઇ છે. અને, ગુજરાતના નેતાઓએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ આપવા બાબતે NCPના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હાર્દિકના જવાથી કોંગ્રેસને ફાયદો થશે. હાર્દિકના રાજીનામાં બાદ કોંગ્રેસનો ગ્રાફ ઊંચો જશે. કોંગ્રેસ દ્વારા હાર્દિકને મોટો હોદ્દો અને માન આપવામાં આવ્યા હતાં. પણ હાર્દિક હોદ્દો અને માન સ્વીકારી શક્યો નહીં.

(12:47 am IST)