Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

દેડીયાપાડાના બાંડી શેરવાણ ગામે પરણિતાને ત્રાસ આપી બાળક સાથે કાઢી મૂકનાર 5 સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ થઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના બાંડીશેરવાણ ગામમાં પરણિતાને માનસિક શારીરિક ત્રાસ આપી બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકતાં મહિલાએ રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનમાં પાચ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ કરી છે
  પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતિક્ષાબેન સુરેશભાઇ વસાવા( ઉ.વ .૨૪ )(હાલ રહે - તાબદા તા.ડેડીયાપાડાના)  ઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ પુનમભાઇ જેસીંગ ભાઇ વસાવા ( ૨ ) સસરા - જેસીંગભાઇ નુરજીભાઇ વસાવા ( ૩ ) સાસુ - ગીરજાબેન જેસીંગભાઇ વસાવા     ( ૪ ) દિયર - વિજયભાઇ જેસીંગભાઇ વસાવા ( ૫ ) નણંદ - હસંતાબેન જેસીંગભાઇ વસાવા (તમામ રહે , બાંડીશેરવાણ તા.ડેડીયાપાડા જી.નર્મદા) એ ઘરના તેમજ ખેતીના કામકાજ બાબતે ખોટા બહાના કાઢી ઝધડો - કરી મારઝુડ કરી શારીરિક તેમજ માનસીક ત્રાસ આપી ચોરીના ખોટા આક્ષેપો કરી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી તેમને નાના બાળક સાથે ઘરમાંથી કાઢી મુકી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા મહિલા પોલીસે પાચ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:14 pm IST)