Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજપીપળા જુના પોલીસ સ્ટેશન પાસે ખુલ્લી ગટરો ઉભરાતી હોવાની વર્ષોની સમસ્યા પાલીકા દ્વારા દૂર થતાં સ્થાનિકોને રાહત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શહેરમાં ખુલ્લી ગટરોના કારણે અમુક જગ્યાઓ પર વારંવાર ગટર ચોકઅપ થતા દુર્ગંધ મારતું ગંદુ પાણી માર્ગ ઉપર ફરી વળતું હોવાથી હાલ કોરોના મહા મારીના સમયમાં અન્ય રોગચાળો ફેલાઈ તેવી દહેશત લોકોમાં જોવા મળી હતો જેમાં ખાસ કરીને જુના પોલીસ સ્ટેશન મસ્જિદ પાસે ખુલ્લી ગટર છાસવારે ઉભરાતી હોવાથી સ્થાનિકોએ આ બાબતે સ્થાનિક કોર્પોરેટર ને રજુઆત કરતા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલને વોર્ડ નં. 4 ના કોર્પોરેટર ગિરિરાજ સિંહ ખેર,આશિષ ડબગર,કાજલબેન પટેલ અને કિંજલબેન તડવીએ અંગત રસ લઈ આ બાબતનું ધ્યાન દોરતા આ ખુલ્લી ગટરો પર લોખંડની મજબૂત જાળીઓ ફિટ કરાવતા સ્થાનિકોને મોટી રાહત થઈ છે.આમ નવી ચૂંટાયેલી યુવા પાંખ દ્વારા એક બાદ એક લોકઉપયોગી કામો થતા લોકોને રાહત મળી રહી છે.

(10:15 pm IST)