Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

તારોપા સ્કૂલ પાસે રિક્ષામાં 5 માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમલેથા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન રિક્ષામાં વધુ મુસાફરો બેસાડી જતા ચાલકને તરોપા સ્કૂલ પાસે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી
  મળતી માહિતી મુજબ આમલેથા પીએસઆઇ ભરત પટેલ પોલીસ માણસો સાથે વાહન ચેકીંગમાં નીકળ્યા હતા ત્યારે તરોપા સ્કૂલ પાસેથી પસાર થતી રીક્ષામાં પાંચ માણસો બેસાડી જતા ચાલાક સંજય કુમાર ચંદ્રસીંગભાઇ વસાવા (રહે રાજપીપળા) ને ઝડપી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

(10:05 pm IST)