Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

હવે બોપલના 5 પ્લોટ ઔડાએ વેચવા કાઢ્યા :અપસેટ કિંમત રૂ.290.76 કરોડ નક્કી કરાઈ

એક કોમર્શિયલ અને 4 રહેણાંકના હેતુના પ્લોટ ઓનલાઈન ઓક્શન કરી વેચાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવના એક પ્લોટનું ઓક્શન કર્યા બાદ હવે અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીપ્લોટ વેચાણ કરવા મેદાને છે. કોરોના મહામારી અને ‘તૌકતે’ વાવોઝોડાના માહોલ વચ્ચે ઔડાએ બોપલના 5 પ્લોટ વેચવા કાઢ્યા છે. આ તમામ પ્લોટની તળિયાની કુલ કિંમત રૂ.290.76 કરોડ નક્કી કરી છે.

  બોપલની ટીપી સ્કીમ નંબર 3ના સાઉથ બોપલના બે પ્લોટની તળિયાની કિંમત સૌથી વધુ પ્રતિ ચો. મી. રૂ. 90,000 નક્કી કરાઈ છે. એક કોમર્શિયલ અને 4 રહેણાંકના હેતુના પ્લોટ ઓનલાઈન ઓક્શન કરી વેચાશે.

  આ અંગે ઔડાએ જાહેરાત કરી છે કે, તા. 23 જૂન 2021ના રોજ પાંચેય પ્લોટનું ઓનલાઈન ઓક્શન યોજાશે. 19મીં મેથી 17 જૂન 2021ના સમયગાળા દરમિયાન EMD ભરી બીડરોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે

ઔડાએ આપેલી જાહેરાત મુજબ  1. બોપલ ટીપી 3ના FP 256/pનો પ્રતિ ચો. મી ભાવ રૂ.84,980 નક્કી કરાયો છે. આ કોર્મિશયલ હેતુનો પ્લોટ છે જેનું ક્ષેત્રફળ 9,000 ચો. મી. છે. જેની તળિયાની કુલ કિંમત રૂ.76.48 કરોડ થાય છે.

2. બોપલ ટીપી 3ના FP 269નો પ્રતિ ચો. મી. ભાવ રૂ.90,000 નક્કી કરાયો છે. આ રહેણાંકના હેતુનો પ્લોટનું ક્ષેત્રફળ 8,198 ચો. મી. છે. જેની કુલ કિંમત રૂ.73.78 કરોડ નક્કી કરાઈ છે.

3. બોપલ ટીપી 3ના FP 270ની પ્રતિ ચો. મી. રૂ.90,000 કિંમત નક્કી કરાઈ છે. રહેણાંકના હેતુનો પ્લોટ છે જેનું ક્ષેત્રફળ 5300 ચો. મી. છે જેની કુલ કિંમત રૂ.47.70 કરોડ નક્કી કરાઈ છે.

4. બોપલ ટીપી 3ના FP 272ની પ્રતિ ચો. મી. કિંમત રૂ.80,000 નક્કી કરાઈ છે, રહેણાંકના હેતુના પ્લોટનું કુલ ક્ષેત્રફળ 5083 ચો. મી. છે અને તેની કુલ કિંમત રૂ.40.66 કરોડ નક્કી કરાઈ છે.

5. બોપલ ટીપી 1ના FP 86ની પ્રતિ ચો. મી. કિંમત રૂ.88,000 નક્કી કરાઈ છે, રહેણાંકના હેતુનો પ્લોટ છે જેનું ક્ષેત્રફળ 5925 ચો. મી. છે જેની કુલ કિંમત રૂ.52.14 કરોડ નક્કી કરાઈ છે. ઔડાને તમામ પ્લોટના વેચાણથી 300થી 350 કરોડ રૂપિયાની આવક થાય તેવી આશા છે.

(6:22 pm IST)