Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

દેત્રોજનાં ગુંજાલા ગામમાં માસ્ક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ

કોરોનાને માત આપી બોપલ-ઘુમા નગરપાલિકાનાં પૂર્વ કાઉન્સિલર વૃષાલી દાતાર ફરી જનતાની સેવામાં ઉતર્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :"સેવા હે યજ્ઞ કુંડ સમિધા સમ હમ જલે ધ્યેય મહાસાગર મેં સરિત રૂપ હમ મિલે" ના ઉદ્દેશ સાથે દેત્રોજનાં ગુંજાલા ખાતે બોપલ-ઘુમા નગરપાલિકાનાં પૂર્વ કાઉન્સિલર વૃષાલી દાતારના માર્ગદર્શન અને નેતૃત્વમાં માસ્ક  વિતરણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
 ગુંજાલા ગામમાં કોરોના પોઝીટીવ દર્દીઓના કારણે સમગ્ર ગામની પરિસ્થિતિ ન બગડે તે માટે યુવા સી.એ નિલેશભાઈ શાહ, સરપંચ અદિતસિંહ ઝાલા, અગ્રણી જયંતુભા ઝાલા , વનરાજસિંહ, તથા ઈશ્વરસિંહ ઝાલાએ વૃષાલી દાતારનું સંપર્ક કર્યો અને તાત્કાલિક ધોરણે મદદ કરવા માટે માસ્ક અને હોમિયોપેથીક દવાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. સેવા કાર્ય બદલ આભાર માનવામાં આવ્યો હતો. તેમ યુવા સી.એ નિલેશભાઈ શાહએ જણાવ્યુ હતુ.

(6:13 pm IST)