Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

શુક્રવારે જીએસટી કમીટીની બેઠક : ઓકિસજનના ખાલી બાટલા પરનો જીએસટી દર ઘટાડવા સંસ્થાઓની માંગ

રાજકોટ,તા. ૧૯: શુક્રવારે જીએસટી સેન્ટ્રલ. કમિટી ની મિટિંગ છે જેમાં કોવિડ વેકસીન ઉપર ૫્રુ ટકા જીએસટી છે તે ૧/૨ ટકો કરવા વિચારણા ચાલે છે તે ખુબજ સારી વાત છે. જેનાથી ખરીદ કરનાર રાજય સરકાર અને મેડિકલ ક્ષેત્રે ભારણ ઘટશે. ઓકિસજન કોન્સ્ટ્રેટર ઉપર પહેલા ૧૮ % ટકા હતી તે ગયા મહિને ૧૨% ટકા કરી તે હવે ઘટાડી ને ૫% કરવા માંગે છે. તેપણ આવકારદાયક છે.

મેડિકલ ક્ષેત્રેના લોકોને દવાના વેપારીઓને અને ખરીદનાર લોકો દર્દીઓને આર્થિક ભારણ ઘટશે. પણ દેશમાં બનતા ઓકિસજન સિલિન્ડર બોટલ ખાલી સ્ટીલ બોટલ ઉપર ૧૮% છે અને દેશની હજારો સંસ્થાઓ એ હજારોની સંખ્યામાં ઓકિસજન ખાલી સિલિન્ડર છેલ્લા બે માસમાં ખરીદ કર્યા જેના ઉપર ૧૮% જીએસટી ચૂકવેલ છે.

દેશની હજારો સામાજિક સંસ્થાઓ, કાર્યકરો, ચેરીટેબલ ટ્રસ્ટઓ એ આવા ખાલી સિલિન્ડર દેશમાં જ બનાવતા ૬ થી ૮ કંપનીઓ પાસે ખરીદ કરેલ છે.ફકતને ફકત સેવામાં અને મફત જ સેવા પૂરી પાડી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સરકારની પડખે ઉભી રહી છે. આવા ખાલી સિલિન્ડર સ્ટીલ બોટલ તેના ઉપર ૧૮% જીએસટી લાગે છે. જયારે કોઈ સંસ્થા ૫ નંગ ખરીદ કરે છે ત્યારે તેને એક સિલિન્ડર ખર્ચનું ભારણ આ ૧૮ ટકા જીએસટીને કારણે વધુ લાગે છે. કોરોના ખતમ થાય પછી ખરીદનાર સામાજિક સંસ્થાઓ, સેવા કરતા ટ્રસ્ટોને આ સિલિન્ડર કઇ કામ લાગવાના નથી અને મોટી રકમ રોકાણ થઈ ગયું છે. હવે જયારે સરકાર ઓકિસજન કોન્સ્ટ્રેટરનો જીએસટી ઘટાડે છે ત્યારે ઓકિસજનના ખાલી બાટલાનો તેટલોજ રાખવો જોઈએ. અથવા ૫ ટકા કરવો જોઈએ. તેવી માંગની સંસ્થાઓએ ઉઠાવી છે.

સિલિન્ડર ખરીદ કરનાર ચેરીટેબલ ટ્રસ્ટો, સામાજિક સંસ્થાઓને અને વ્યકિતગત દાન આપી સેવા કરનાર લોકોને ઓકિસજનના ખાલી બાટલા ઉપર ભરેલ ૧૮ ટકા જીએસટી મજરે મળતો નથી ઇનપુટ ટેકસ ક્રેડિટ પણ લેતા નથી કારણકે તે સેવા માટે લે છે. કોઈ ધંધાદારી ગણતરી હોતી નથી એટલે શુક્રવારે મળનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય કરવો જરૂરી હોવાનું સામાજીક સેવાકીય સંસ્થાના અગ્રણીઓ ઇચ્છી રહ્યા છે.

(4:11 pm IST)