Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

'તૌકતે' વાવાઝોડાએ ગુજરાતમાં ૪૫ના જીવ લીધા : ભારે તારાજી ઉપરાંત હવે મૃત્યુઆંક ચોંકાવનારો : પાંચ લાખ હેકટર જમીનમાં વાવેતરને નુકશાન

ગુજરાતમાં વાવાઝોડાને કારણે મૃત્યુ આંકમાં ચોંકાવનારો વધારો થયો છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો ૪૫ ઉપર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, અથવા તો કરંટ લાગવાથી થયા છે.

ઝી ન્યૂઝ કહે છે કે અમરેલીમાં ૧૫ મોત (જેમાં મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૧૩ મોત થયા) થયા છે.

ભાવનગરમાં ૮ મોત (જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૨, દીવાલ પડવાથી ૩, છત પડવાથી ૧ મોત થયા)

ગીર સોમનાથમાં ૮  મોત (જેમાં ઝાડ પડવાથી ૨, મકાન ધસી પડવાથી ૧, દીવાલ પડવાથી ૪, છત પડવાથી ૧ મોત થયા)

અમદાવાદમાં ૫ મોત ( જેમાં વીજ કરંટથી ૨, દીવાલ પડવાથી ૨ અને છત પડવાથી૧ નુ મોત); ખેડામાં ૨ ના મોત (જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ)

આણંદમાં ૧ મૃત્યુ, વીજ કરંટથી વડોદરામાં ૧ મૃત્યુ (કોલમવાળો ટાવર પડી જવાથી); સુરતમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી; વલસાડમાં ૧  મૃત્યુ દીવાલ પડવાથી

રાજકોટમાં ૧ મૃત્યુ દીવાલ પડવાથી; નવસારીમાં ૧ મૃત્યુ છત પડવાથી; પંચમહાલમાં ૧ મૃત્યુ ઝાડ પડી જવાથી થયેલ છે.

રાજ્યમાં સવારે ૬ થી ૮ સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આજે  સવારે ૬ થી ૮ મા ૧૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. વાવાઝોડાની અસર ઓછી થતા હવે વરસાદ પણ સાવ ઘટ્યો છે અને સવારથી ઠેર ઠેર તડકો નીકળ્યો છે.

(1:03 pm IST)