Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કોરોનાની 'ચેઇન' તોડવામાં વરસાદ - વાવાઝોડુ ઉપયોગી !

બે દિવસ કુદરતી લોકડાઉન જેવી પરિસ્થિતિ રહી : જનસંપર્ક ઘટવાથી સંક્રમણ ઘટવાનો નિષ્ણાંતોનો મતઃ તા. ૧ મે એ રાજયમાં કોરોનાના ૧૩૮૪૭ કેસ નોંધાયેલ, ગઇકાલે ૬૪૪૭ : મૃત્યુ ૧પ૩ થી ઘટીને ૬૭

રાજકોટ, તા. ૧૯ :  રાજયમાં એપ્રિલમાં કોરોના ઉપાડો લઇને ઉકેલ આંશિક લોકડાઉન રાત્રિ કફર્યુ જેવા કારણોને લીધે કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તા. ૧૭ અને ૧૮ના રોજ આવેલ વરસાદ અને વાવાઝોડાથી ઘણા સ્થાનોએ નુકશાન થયું છે પણ કોરોનાની ચેઇન તોડવામાં આ કુદરતી લોકડાઉન ઉપયોગી રહ્યાનું સમીક્ષકોનું કહેવું છે. બે દિવસ મોટાભાગના લોકોએ ઘર બહાર નીકળવાનું ટાળેલ જનસંપર્ક એકદમ ઘટી જતા કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસોને બળ મળ્યું હતું.

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા એક તબક્કે ૧પ હજારને પાર કરી ગયેલ ગઇ તા. ૧ મે એ ૧૩૮૪૭ કેસ નોંધાયા હતા ક્રમશઃ તે આંકડો ઘટીને ગઇકાલે ૬૪૪૭ સુધી પહોંચેલ છે. આવશ્યક સિવાયના વેપાર-ધંંધા હાલ બંધ છે. રાજયવ્યાપી કોરોનાના કેસ હજુ વધુ ઘટવાની આશા છે. તા. ૧ મે એ કોરોના થકી મૃત્યુ આંક ૧પ૩ નોંધાયેલ તે ઘટીને ગઇકાલે ૬૭ સુધી પહોંચ્યો છે. ધીમેધીમે કોરોનાની પરિસ્થિીત થાળે પડવા તરફ છે છતાં રસીકરણ સોશ્યલ ડીસ્ટન્સ માસ, સેનીટાઇઝેશનની જરૂરીયાતને અવગણી શકાય તંત્ર નથી.

(11:29 am IST)