Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મજબૂરીનો માર: વેપારીઓએ 600 રૂપિયા મણની કેનિંગની કેરી 100માં લીધી

ખેડૂતો આકરા પાણીએ:ઉધાડી લૂંટની કલેકટરને રજૂઆત કરશે :વાઘછીપા,રોહીણા,ઉદવાડા માર્કેટમાં અને બાલદા - ડુંગરીમાં ચાલતા કાંટા પર 100 રૂપિયા મણનો ભાવ ચાલ્યો હતો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લો એ કેરીનું ધર કહેવાઈ છે પરંતુ ધરમાં વેપારીઓ મજબૂરીનો લાભ લઈ રહ્યા છે ખેડૂતોને તેના હક્કનું પણ નથી મળતું વાપી સહિત વલસાડ જિલ્લામાં હાફુસ અને કેરીનો પાક આ વર્ષે સૌથી ઓછો થયો છે.કુદરતી આફતો ખરાબ વાતાવરણના કારણે કેરીનો પાક ઓછો આવતાં ખેડૂતોને પુરતી વળતર મળે તેવી કોઇ સંભાવના નથી.પૂરી મહેનત પણ પાણીમાં ગઈ હતી આ સંકટ વચ્ચે હવે ભારે પવન અને વરસાદના કારણે બે દિવસમાં આંબાવાડીઓમાં લટકતી કેરીઓ ખરી પડી છે. કેરીઓ ખરી પડતાં વેપારીઓએ કેનિંગ (રસ માટે) માટે 1 મણના 100થી 150 નકકી કર્યા છે.દર વર્ષે કેનિંગના ભાવો 600થી 700 રૂપિયા હોય છે. પરંતુ ખેડૂતોની મજબુરીનો લાભ લઇ વેપારીઓ કેનિંગ માટે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. જેને લઇ ખેડૂતો આકરા પાણી એ છે પુરતોના ભાવો ન મળતાં હવે ખેડૂત સંગઠનોએ આ મામલે કલેકટરને રજૂઆત કરવાની તૈયારી કરી છે. આ વર્ષે કેરીના પાકમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે. પારડી APMCમાં 100થી 150 રૂપિયા મણ કેરી ખેડૂતોએ વેચી હતી.બપોર સુધી 200ના ભાવની ખરીદી બાદ અમૂક વેપારીઓએ પડેલી કેરી કોઈપણ ભાવે ખરીદવાની ના પાડતા બીજા વેપારીઓએ તક નો લાભ લઈ ભાવ 100-150 કરી કેરીના ઢગલા કર્યા હતાં. ઉપરાંત વાઘછીપા,રોહીણા,ઉદવાડા માર્કેટમાં અને બાલદા - ડુંગરી માં ચાલતા કાંટા પર 100 રૂપિયા મણનો ભાવ ચાલ્યો હતો.

(9:24 am IST)