Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રામ કથાકાર મોરારીબાપુ દ્વારા વાવઝોડાનાં અસરગ્રસ્તો માટે 50 લાખની સહાય જાહેર

જરૂરીયાતમંદ લોકોને અનાજ, ઘરવખરી અને અન્ય સ્વરૂપે આ સહાય પહોંચાડશે.

અમદાવાદ : રાજ્યમાં તટીય વિસ્તારોમાં તાઉ તે વાવાઝોડાને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ઘર વખરીની નુકશાનીથી માંડીને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોને સહાય કરવા માટે શ્રી હનુમાનજીની પ્રસાદી રૂપે સુપ્રસિદ્ધ રામ કથાકાર પુજય મોરારિબાપુએ રૂ. ૫૦ લાખની સહાય જાહેર કરી છે. લોકોને થયેલા નુકશાનની વિગતો મેળવી જરૂરીયાતમંદ લોકોને અનાજ, ઘરવખરી અને અન્ય સ્વરૂપે આ સહાય પહોંચાડવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છેકે કોરોના કાળમાં પણ મોરારી બાપુ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. તોસાથે રામ મંદિર માટે બાપુએ ઉદાર દિલથી ફાળો આપ્યો હતો.

(12:29 am IST)